Aapnu Gujarat
બિઝનેસ

અદાણીએ આ વર્ષે માર્કેટ કેપમાં 6 લાખ કરોડ ગુમાવ્યા

ગૌતમ અદાણીની તમામ કંપનીઓમાં જંગી મૂડીરોકાણ ઠલવાઈ રહ્યું છે, પરંતુ વર્ષ 2023ની વાત કરવામાં આવે તો બે શેરને બાકીના શેરોમાં રોકાણકારોને ભારે નુકસાન ગયું છે. ચાલુ વર્ષમાં અદાણી જૂથની માર્કેટ કેપિટલમાં 6 લાખ કરોડનો ઘટાડો થયો છે. માત્ર અદાણી પાવર અને અદાણી પોર્ટના શેરનો ભાવ ગયા ડિસેમ્બર કરતા ઉપર ચાલે છે. બાકીના સ્ટોક્સમાં 6 ટકાથી લઈને 74 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી અદાણી જૂથના શેરોમાં ભારે વેચવાલી આવી હતી અને માર્કેટ કેપમાં જંગી ઘટાડો થયો હતો. ત્યાર પછી અદાણીએ ઘણી રિકવરી કરી છે છતાં મોટા ભાગની કંપનીઓની માર્કેટ કેપિટલ નીચે ચાલે છે. છેલ્લા એક વર્ષનું પરફોર્મન્સ જોવામાં આવે તો અદાણી પોર્ટ્સની માર્કેટ કેપ 24 ટકા વધી છે જ્યારે અદાણી પાવરની બજારમૂડીમાં 70 ટકાનો વધારો થયો છે.

સૌથી વધુ અદાણી ટોટલ ગેસની માર્કેટ કેપિટલમાં 76 ટકા ઘટાડો થયો છે. આ કંપનીની માર્કેટ કેપ ગયા વર્ષે 406407 કરોડ હતી જે હવે ઘટીને 105670 કરોડ થઈ છે. આ ઉપરાંત અદાણી એનર્જી સોલ્યુશનની માર્કેટ કેપિટલ 61 ટકા અને અદાણી વિલ્મરની માર્કેટ કેપમાં 44 ટકાનો ઘટાડો થયો છે. અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી વિલ્મરની માર્કેટ કેપમાં 28 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 25 ટકા અને એનડીટીવીમાં 24 ટકાનો ઘટાડો થયો છે. અદાણીની સિમેન્ટ કંપનીઓ ACCની માર્કેટ કેપિટલમાં 15 ટકા અને અંબુજા સિમેન્ટ્સમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2022ના અંતમાં અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલ 19.6 લાખ કરોડ હતી જે હવે ઘટીને 13.6 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અદાણી ટોટલ ગેસનો શેર એક સમયે 4000ની સપાટીને ટચ કરે તેમ હતો પરંતુ હવે તે 1000ની ઉપર પણ માંડ ટકી શકે છે.

અદાણી પાવર અને અદાણી પોર્ટ્સ જ એવા શેર છે જેને 2023માં કોઈ અસર નથી થઈ. એટલું જ નહીં આગણ પણ વધતા રહે તેવી શક્યતા છે. અદાણી અને હિન્ડનબર્ગના વિવાદમાં હવે વધુ તપાસ કરવાની જરૂર નથી તેવું સુપ્રીમ કોર્ટે જણાવી દીધા પછી સ્ટોક્સમાં જંગી ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત અમેરિકન GQG પાર્ટનર્સ દ્વારા પણ અદાણીમાં સ્ટેક ખરીદવામાં આવ્યો તેનાથી આખા ગ્રૂપને ફાયદો થયો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં છેલ્લા એક મહિનામાં 64 ટકાનો વધારો થયો છે અને આ કંપની પ્રેફરન્શિયલ શેર બહાર પાડે તેવી શક્યતા છે.

અદાણી ગ્રીન એનર્જી વર્ષ 2030 સુધીમાં કુલ 45 ગીગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરે તેવી શક્યતા છે. જોકે, અદાણીના મોટા ભાગના શેરોને કોઈ મોટી બ્રોકિંગ કંપનીઓ દ્વારા કવર કરવામાં આવતા નથી તે એક હકીકત છે. જોકે, અદાણી પોર્ટના શેરને 18 બાય રેટિંગ મળ્યા છે.

Related posts

વિશ્વના ટોપ-5 અમીરોમાં ગૌતમ અદાણીની એન્ટ્રી

aapnugujarat

नौकरियां बढ़ाने के लिए कॉर्पोरेट कम्पनियां खोलेंगी 700 MSME क्लस्टर : गडकरी

aapnugujarat

SBI ने 14वीं बार घटाईं ब्याज दरें, कम होगी आपकी EMI

editor
UA-96247877-1