Aapnu Gujarat
બિઝનેસ

અદાણી ગ્રૂપે 3.5 અબજ ડોલરની લોન લીધી

ગૌતમ અદાણી પોતાના બિઝનેસના વિસ્તરણ માટે એશિયાની સૌથી મોટી લોન લેવા જઈ રહ્યા છે. અદાણી જૂથે અંબુજા સિમેન્ટ્સની ખરીદી કરવા માટે 3.5 અબજ ડોલરની લોન લેવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી એશિયામાં કોઈ કંપની કે બિઝનેસ જૂથે આટલી મોટી લોન નથી લીધી. અદાણી જૂથ તેના હાલના ઋણને રિફાઈનાન્સ કરવા માટે જંગી લોન લેશે. અદાણી આ લોન લેવામાં સફળ થશે તો સાબિત થઈ જશે કે ધિરાણકારોને તેમાં ભરોસો છે. અદાણીએ Ambuja Cementsને ખરીદવા માટે દેવું કર્યું હતું અને તેને રિફાઈનાન્સ કરવા માટે આ લોન લેવામાં આવશે. એશિયામાં ચાલુ વર્ષમાં થયેલી સૌથી મોટી 10 લોનમાં આ લોનને સમાવેશ થશે. આ વિશે કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ સૂત્રોએ આ માહિતી જાહેર કરેલી છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આ લોન બેન્ચમાર્ક સિક્યોર્ડ ઓવરનાઈટ ફાઈનાન્સ રેટ કરતા 4.50 ટકાથી 5 ટકા ઉંચા દરે આ લોન લેવામાં આવી શકે છે. આ ડીલમાં કુલ ત્રણ સમયગાળા હશે – 6 મહિના, 18 મહિના અને 3 વર્ષ.
અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ સામે ગંભીર આરોપો કર્યા તેના કારણે અદાણી જૂથની માર્કેટ કેપિટલ અડધા કરતા પણ ઘટી ગઈ હતી. ત્યાર પછી અદાણીએ બેન્કો અને બીજી સંસ્થાઓ સાથે મહિનાઓ સુધી વાતચીત કરી હતી. ત્યાર પછી કંપની ફાઈનાન્સિંગની સગવડ મેળવી રહી છે. હિન્ડનબર્ગ રિસર્ચના આરોપો વખતે કંપનીના બોન્ડ અને શેરમાં ઘટાડો થયો હતો. અદાણી જૂથે તેની સામેના આરોપોને નકારી કાઢ્યા છે. અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે જુલાઈ મહિનામાં લોકલ કરન્સી બોન્ડ ઈશ્યૂ કરીને અત્યાર સુધીમાં 15.1 કરોડ ડોલર એકત્ર કર્યા છે.

અદાણી સિમેન્ટ એ ભારતમાં બીજા ક્રમની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક છે. અદાણી જૂથે અંબુજા સિમેન્ટ અને એસીસીને 6.6 અબજ ડોલરમાં હસ્તગત કરી હતી. સપ્ટેમ્બર 2022માં આ એક્વિઝિશન થયું હતું જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન છે. અદાણીએ હવે જે લોન લીધી છે તે દર્શાવે છે કે ગ્લોબલ ફાઈનાન્સ માર્કેટમાં તે મજબૂત એક્સેસ ધરાવે છે અને તેની લિક્વિડિટીની સ્થિતિ પણ ઘણી સારી છે. કંપની ફાઈનાન્શિયલ સ્થિરતા અને ગ્રોથ માટે કટિબદ્ધ છે.

હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને ACC પાસે 67 MTPAની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે જે 2025 સુધીમાં સાંઘી સિમેન્ટના સંપાદન સાથે 100 MTPA સુધી લઈ જશે. એસીસી અને અંબુજા ઉત્પાદન અને સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિશાળ કામગીરી સાથે ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સમાંની એક છે.

 

Related posts

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

aapnugujarat

WPI ફુગાવો ઘટીને ૨.૪૭ ટકા થયો : મોંઘવારી ઘટતા મોટી રાહત

aapnugujarat

PSU ૧ ફેબ્રુઆરીથી ૧૦ ટકા ક્વોટાને અમલી બનાવશે

aapnugujarat
UA-96247877-1