Aapnu Gujarat
બિઝનેસ

PSU ૧ ફેબ્રુઆરીથી ૧૦ ટકા ક્વોટાને અમલી બનાવશે

૧ ફેબ્રુઆરીના દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવનાર છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (સીપીએસઈ) દ્વારા આર્થિકરીતે નબળા વર્ગના લોકો માટે ૧૦ ટકા અનામતને પહેલી ફેબ્રુઆરીથી તમામ સીધી ભરતીની જગ્યામાં લાગૂ કરશે. ફેબ્રુઆરીથી પીડબલ્યુએસ માટે ૧૦ ટકા ક્વોટાને લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૧મી માર્ચ ૨૦૧૮ના આંકડા મુજબ ૧૩.૭૩ લાખ કરોડ રૂપિયાથી વધુના કુલ રોકાણ સાથે ૩૩૯ સીપીએસઈ રહેલા છે જેમાં ૧૦.૮૮ લાખ લોકો કામ કરી રહ્યા છે. આમા કોન્ટ્રાક્ટ ઉપર રહેલા વર્કરોને સામેલ કરવામાં આવ્યા નથી. અગાઉના ફિસ્કલ વર્ષમાં આ આંકડો ૧૧.૫૫ લાખ હતો. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (ડીપીઈ) દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ટીડબલ્યુએસ રિઝર્વેશનને નિયમ મુજબ જ અમલી કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટરનું કહેવું છે કે, તમામ મંત્રાલયો અને વિભાગોને તેમના સંબંધિત અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ સીપીએસઈને જરૂરી સૂચના આપવામાં આવી ચુકી છે. આ રીતે જ ખાલી જગ્યાઓ પુરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, સામાન્ય વર્ગની અંદર આર્થિકરીતે નબળા વર્ગના લોકોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવા બંધારણીય સુધારા પર ૧૨મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી લીલીઝંડી આપવામાં આવી હતી. માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, તેમના વિભાગે આઈઆઈટી, આઈઆઇએમ અને કેન્દ્રિય યુનિવર્સિટીઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓને આગામી શૈક્ષણિક વર્ષથી ક્વોટાને અમલી કરવા સૂચના આપી દેવામાં આવી છે. ક્વોટાને લઇને નબળા વર્ગના લોકો આશાવાદી છે.

Related posts

रिलायंस कॉम्युनिकेशंस से सैलरी नहीं लेंगे अनिल अंबानी

aapnugujarat

पंजाब में जियो का दबदबा बरकरार, 1.26 करोड़ ग्राहकों के साथ सबसे आगे

aapnugujarat

फिच ने भारत के राजकोषीय घाटे का अनुमान बढ़ाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1