Aapnu Gujarat
બિઝનેસ

મુંબઈમાં 37 એકરના પ્લોટનો સોદોઃ પ્રોજેક્ટ વેલ્યૂ 11,000 કરોડ સુધી પહોંચશે

મુંબઈના ભાંડુપ ખાતે એન્જિનિયરિંગ કંપની ગેસ્ટ કીન વિલિયમ્સની 37 એકર જમીનનો સોદો થઈ ગયો છે, જ્યાં રિયલ એસ્ટેટ ડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ તૈયાર થશે ત્યારે તેની સેલ વેલ્યૂ 11,000 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. ગેસ્ટ કીન વિલિયમ્સ કંપની હાલમાં બંધ પડેલી છે અને તેની લેન્ડ ડીલમાં હવે મહિન્દ્રા લાઈફસ્પેસ પણ જોડાઈ છે. જમીનની માલિક કે કે બાંગુર અને મહિન્દ્રા લાઈફસ્પેસ મળીને આ પ્લોટને ડેવલપ કરશે. આ એક મિક્સ યુઝ પ્રોજેક્ટ હશે જેમાં રેસિડેન્શિયલ, રિટેલ અને ઓફિસ સ્પેસનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટની સેલ વેલ્યૂ 8000 કરોડથી 11,000 કરોડ ઉપજવાની શક્યતા છે. ડેવલપર્સ અહીં લગભગ 40 લાખ ચોરસ ફીટ કારપેટ એરિયાને વિકસાવશે. સમગ્ર પ્રોજેક્ટ પૂરો થવામાં 8થી 10 વર્ષનો સમય લાગી શકે છે. તેમાં શાળા, પ્લેગ્રાઉન્ડ અને થિયેટર જેવી પબ્લિક સુવિધાઓ પણ સામેલ હશે. અગાઉ વર્ષ 2005માં આ જમીન નેપ્ચ્યુન ગ્રૂપને વેચવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આગામી એક દાયકામાં આખો પ્રોજેક્ટ ડેવલપ થઈ જાય તેવી શક્યતા છે. તેમાં માલિકને નફામાં હિસ્સેદારી મળશે જ્યારે ડેવલપર દ્વારા તમામ પરમિશન લેવામાં આવશે અને બાંધકામનો ખર્ચ ચુકવશે. તેને પ્રીમિયમ પણ મળશે. આ જગ્યા પર મ્યુનિસિપલ સ્કૂલ અને કલ્ચરલ થિયેટર પણ વિકસાવવામાં આવશે.

આ વિશે મહિન્દ્રા લાઈફસ્પેસના ચેરમેન અમિત હરિયાણીનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ જોઈન્ટ ડેવલપમેન્ટ માટે તાજેતરમાં ટર્મશીપ પર સહી કરવામાં આવી હતી અને ડેવલપરે માલિકને જંગી ડિપોઝિટ ચુકવી છે. ડેવલપર લગભગ 40 લાખ ચોરસ ફીટ કાર્પેટ એરિયા વેચી શકશે. હાલમાં ભાંડુપમાં એક ચોરસ ફૂટનો ભાવ લગભગ 22,000થી 24,000 રૂપિયા ચાલે છે. વર્ષ 2005માં જીકેડબલ્યુએ 92 કરોડ રૂપિયામાં ભાંડુપના પ્લોટમાંથી લગભગ 22 એકર જગ્યા નેપ્ચ્યુન ગ્રૂપને વેચી હતી.

મુંબઈમાં આ વધુ એક મોટી રિયલ્ટી ડીલ છે. સપ્ટેમ્બર મહિનામાં 5000 કરોડનો એક મોટો સોદો પણ થયો હતો જેમાં બોમ્બે ડાઈંગના વાડિયા વરલી હેડક્વાર્ટરને વેચવામાં આવ્યું છે. આ જગ્યા પ્રીમિયમ ગણવામાં આવે છે અને આ સોદામાં એક લાખ ચોરસ મીટર કરતા પણ મોટી જમીન વેચાઈ છે. આ ડીલમાં 18 એકર જમીન જાપાની જૂથ સુમિટોમોને વેચવામાં આવી છે. થોડા વર્ષો અગાઉ બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ કંપનીએ પોવેઈમાં 6700 કરોડમાં હીરાનંદાણી ગ્રૂપની ઓફિસ અને રિટેલ સ્પેસ ખરીદી હતી.

Related posts

૧૦ કંપની પૈકી ૯ની મૂડી ૯૭૯૩૨ કરોડ વધી ગઇ

aapnugujarat

એર ઇન્ડિયામાં ચાર વિદેશી કેરિયર્સને રસ છે : અહેવાલ

aapnugujarat

सेंसेक्स 428 अंक उछला

aapnugujarat
UA-96247877-1