Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એર ઇન્ડિયામાં ચાર વિદેશી કેરિયર્સને રસ છે : અહેવાલ

જંગી દેવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલી એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ડીગો, જેટ એરવેઝ અને તાતા દ્વારા કોઇ રસ ન દર્શાવ્યા બાદ હવે વિદેશી કેરિયર્સમાં ઉત્સુકતા દેખાઇ રહી છે. વિદેશી કેરિયર્સ એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટમાં સક્રિય રસ ધરાવે છે. જે વિદેશી ઇન્ટરનેશનલ કેરિયર્સ રસ ધરાવે છે તેમાં બ્રિટીશ એરવેઝ, લુફથાન્સા અને સિંગાપોર એરલાઇન્સનો સમાવેશ થાય છે. વિદેશી એરલાઇન્સ માટે કેટલીક નવી શરતો રહેલી છે. એક ગલ્ફ કેરિયરે પણ શરૂઆતમાં રસ દર્શાવ્યો છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે માલિકી અને નિયંત્રણની શરતોને લઇને વિદેશી કેરિયર્સ દ્વારા ભારતીય બિઝનેસ હાઉસ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પર નજર રાખી રહેલા સુત્રોએ કહ્યુ છે કે આ એરલાઇન્સ પૈકી એક તો પહેલાથી જ એક ઇન્ડિયન કેરિયરમાં હિસ્સો ધરાવે છે. નામ જાહેર નહી કરવાની શરતે સુત્રોએ કહ્યુ છે કે ચાર એરલાઇન્સ દ્વારા અમારી સાથે વાતચીત કરવામાં આવી રહી છે. કોઇ સમય ભારતીય એરલાઇન્સ સેક્ટરમાં બેતાજ બાદશાહ તરીકે રહેલી એર ઇન્ડિયાએ ધીમે ધીમે તેની ચમક ગુમાવી દીધી છે. દુનિયાભરમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા એરલાઇન્સના માર્કેટમાં નવા લો કોસ્ટ ખાનગી એરલાઇન્સની સામે એર ઇન્ડિયાની માર્કેટ હિસ્સેદારી સતત ઘટતી રહી છે. સરકારી આંકડામાં કહેવામાં આવ્યુ છે કે તે એર ઇન્ડિયા પર હાલમાં ૫૦૦૦૦ કરોડથી વધુનુ દેવુ છે. જંગી દેવાનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાના ખાનગીકરણની યોજનાને હાલમાં જ વધુ એક મોટો ફટકો પડ્યો હતો. કારણ કે ઈન્ડીગો, જેટ એરવેઝ બાદ હવે તાતા ગ્રુપે પણ એર ઈન્ડિયાની હિસ્સેદારી ખરીદવાની સ્પર્ધામાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો. સરકાર એર ઈન્ડિયામાં ૭૬ ટકા હિસ્સેદારી વેચી દેવાની યોજના ધરાવે છે. જોકે, હજુ સુધી તેને કોઈ નકર બિડર મળી રહ્યા નથી. સરકારે ધારા ધોરણો અને નિયમો જાહેર કર્યા બાદ કોઈ કંપની આગળ આવી રહી નથી. જેથી સરકાર સામે નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે, દેવામાં ડુબેલી એર ઇન્ડિયાના ખાનગીકરણની યોજનાને શરૂઆતમાં ફટકો પડ્યો છે. કારણ કે ઇન્ડિગો, જેટ અને તાતાએ જાહેરાત કરી છે કે તે એર ઇન્ડિયાની બોલીમાં ભાગ લેશે નહી. થોડાક દિવસ પહેલા જ ઇન્ડીગોએ એર ઇન્ડિયાના અધિગ્રહણની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.

Related posts

શાકભાજીની કિંમત વધી : રિટેલ ફુગાવો વધી ૩.૩૬ ટકા નોંધાયો

aapnugujarat

नए लक्ष्य, नए सपनों को लेकर आगे बढ़ेंगे, यही मुक्ति का मार्ग है : पीएम मोदी

aapnugujarat

૨૦૨૪ સુધીમાં ભારત અમેરિકા પછી ત્રીજી સૌથી મોટી એવિએશન માર્કેટ બની જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1