આજે બૉલીવુડમાં જો કોઇ કપલના સૌથી વધુ વખાણ થઇ રહ્યાં છે, તો તે છે કાજોલ અને અજયના. આ કપલ બૉલીવુડનું સૌથી શાંત કપલ ગણાય છે. કાજોલ અને અજય દેવગનની જોડી બૉલીવુડના બેસ્ટ અને ક્યૂટ કપલ્સમાંથી એક છે, પરંતુ એકવાર આ પાવર કપલનું બ્રેકઅપ થવાનું હતું. અજય દેવગન અને કાજોલની લવસ્ટોરી ૯૦ના દાયકામાં શરૂ થઈ હતી. આ કપલની બૉન્ડિંગ જોઈને ચાહકો હંમેશા વિચારે છે કે બંને વચ્ચે કેટલી અદભૂત તાલમેલ છે, પણ એકવાર કોઈની નજર આ તાલમેલ પર પડી. અહેવાલો અનુસાર, કાજોલ અને અજય દેવગન વચ્ચે બૉલીવુડની અન્ય અભિનેત્રીને લઈને ઝઘડો થયો હતો. ખરેખરમાં તે સમયે અજયની બૉલીવુડની એક હૉટ એક્ટ્રેસ સાથે નિકટ થઇ રહ્યો હતો, અને કારણે મામલો એટલો વધી ગયો હતો કે કાજોલે ઘર છોડવા માટેની ધમકી દીધી હતી. પરંતુ અજય દેવગનનો પરિવાર બચી ગયો? તેમના સંબંધોમાં તિરાડનું કારણ કંગના રનૌત હતી! એક સમય એવો હતો જ્યારે અજય દેવગન અને કંગના રનૌતે કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન કંગના અને અજય દેવગનના નામ જોડાવા લાગ્યા. આનાથી કાજોલને ઘણી અસર થઈ હતી. ત્યારબાદ કાજોલે અજય દેવગનને ઘર છોડીને જતી રહેવાની પણ ધમકી આપી હતી. પરંતુ અજયે આ અફેરની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. અજયે કહ્યું હતું કે ’એક્સ્ટ્રા મેરિટલ અફેર તો થાય છે, પરંતુ કેટલીકવાર આ વસ્તુઓ બને છે. બે જણને એકસાથે જોઈને એવું કહેવાય.