Aapnu Gujarat
મનોરંજન

‘જુમાંજી’ની સિક્વલમાં નીક જોનસ ચમકશે

અમેરિકી ગાયક અભિનેતા નીક જોનસ જુમાંજીઃ વેલકમ ટુ ધ જંગલની સિક્વલ ફિલ્મમાં પણ ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા. ખુદ નીક જોનસે પોતે પણ સોશ્યલ મિડિયા પર આ સમાચારને સમર્થન આપ્યું હતું. એણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શૅર કરીને લખ્યું હતું કે જુઓ દોસ્તો, કોણ આવી રહ્યું છે. જુમાંજીની સિક્વલમાં પણ હું એલેક્સના પાત્રને રજૂ કરવાનો છું. એ વિચારે સતત ઉત્તેજિત રહું છું.
ઓરિજિનલમાં એવી કથા હતી કે એક યુવાન પાઇલટ લગભગ વીસ વરસ સુધી જુમાંજીમાં અટવાઇ પડયો હતો. આ યુવાન પાઇલટનું પાત્ર નીક જોનસે ભજવ્યું હતું.સિક્વલની કથા વિશે નીક કશું જણાવી શક્યો નહોતો કારણ કે સર્જકોએ જ હજુ સ્ટોરીલાઇન જાહેર કરી નથી.

Related posts

यूलिया कर सकती है बॉलिवुड में डेब्यू

aapnugujarat

SSR CASE : एक राज्य की ओर से दूसरे राज्य के मामले को सीबीआइ को सौपा, एसा पहले कभी नहीं देखा : अधीर रंजन

editor

ડાયના પેન્ટી લખનૌ સેન્ટ્રલને લઇ વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1