Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં બીઆરટીએસ બસે બાઈકસવારને અડફેટે લીધો, યુવકનું મોત

અમદાવાદમાં ટ્રાફિક જામ માથાનો દુખાવો બની ગયો છે. અમદાવાદમાં બેફામ ડ્રાઈવિંગના પણ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આ બેફામ ડ્રાઈવિંગને કારણે અમદાવાદમાં અનેક જગ્યા પર અકસ્માતના બનાવ સામે આવતા હોય છે ત્યારે અમદાવાદમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલા સીટીએમ વિસ્તાર નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સીટીએમ નજીક આવેલા ભારતી ટાવર નજીક બીઆરડટીએસની બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો જેમાં બીઆરટીએસ ચાલકે બસની આગળની સાઈડની બાઈક સવારને ટક્કર મારી હતી. અચાનક પાછળથી ટક્કર વાગતા બાઈક સવારે પોતાનું બેલેન્સ ગુમાવ્યં હતું અને તે નીચે પટકાયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકો દોડીને આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરી હતી, જો કે, બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ.
અકસ્માતને પગલે ભારતી ટાવર વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખાતે ખસેડીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જામ થયેલા ટ્રાફિકને પણ હળવો કર્યો હતો અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી.
છેલ્લા ૩ વર્ષના આંકડા અનુસાર, એએમટીએસ બસ ચાલક દ્વારા કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૨૧માં ૬નાં મોત, ૨૦૨૨માં ૮નાં મોત અને ૨૦૨૩માં અત્યાર સુધી ૪ લોકોનાં મોત થયા છે. જ્યારે ૨૦૨૧માં ૫, ૨૦૨૨માં ૧૬ અને ૨૦૨૩માં અત્યાર સુધી ૬ને ગંભીર ઈજાઓ થઈ છે. તેવી જ રીતે મ્ઇ્‌જી બસના ચાલકો દ્વારા કરવામાં આવેલા અકસ્માતની વાત કરીએ તો. ૨૦૨૧માં ૬, ૨૦૨૨માં ૫ તેમજ ૨૦૨૩માં અત્યાર સુધી બે વ્યક્તિના મોત થયા છે. ૨૦૨૧માં ૩, ૨૦૨૨માં ૯ અને ૨૦૨૩માં અત્યાર સુધી ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ છે.

Related posts

આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

aapnugujarat

ગૌહત્યા મામલે કોંગ્રેસ-ભાજપ વચ્ચે મારામારી, કોંગ્રેસ પ્રમુખનો શર્ટ ફાટ્યો

aapnugujarat

મહેસાણા – વિસનગર સ્મશાનગૃહોમાં કોરોનાથી થતાં મોત અંગેના આંકડા ચોંકાવનારા

editor
UA-96247877-1