Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં 365માંથી 331 દિવસો ગરમ : Report

શું તમને પણ એવું લાગે છે કે બારેમાસ ખૂબ ગરમી પડે છે? આપણે થોડાક જ દિવસ ઠંડકનો અનુભવ કરીએ છીએ? તો તમારો અંદાજો સાવ ખોટો નથી. સેપ્ટ યુનિવર્સિટી અને વર્લ્ડ બેંકના તાજેતરમાં આવેલા રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, અમદાવાદમાં યુનિવર્સલ થર્મલ ક્લાઈમેટ ઈન્ડેક્સ (UTCI) 46 પોઈન્ટ કરતાં વધુ છે. 365માંથી 331 દિવસ અમદાવાદમાં ગરમી પડે છે. સાઉથ એશિયાના તમામ શહેરોમાંથી અમદાવાદ UTCI મામલે મોખરે છે, તેમ સર્વેમાં કહેવામાં આવ્યું છે.

રિપોર્ટમાં 26 શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બીજા સ્થાને મુંબઈ અને કરાંચી આવે છે. અહીં 242 દિવસ UTCI 46 પોઈન્ટ કરતાં ઉપર હોય છે. 229 દિવસ સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. UTCI થર્મલ કમ્ફર્ટ ઈન્ડિકેટર છે, જે હ્યુમન હીટ બેલેન્સ મોડલ પર આધારિત છે. જે બહારના થર્મલ વાતાવરણની આપણા પર શારીરિક અસર કેવી થાય છે તે દર્શાવે છે. ‘ઈમ્પ્રુવિંગ બિલ્ડિંગ લેવલ- થર્મલ કમ્ફર્ટ એન્ડ ઈનડોર એર ક્વોલિટી ઈન સાઉથ એશિયા: એનર્જી એફિશિયન્ટ એન્ડ કોસ્ટ ઈફેક્ટિવ ઈન્ટરવેન્શન ફોર એ ચેન્જિંગ ક્લાઈમેટ’ નામના રિપોર્ટમાં આ સર્વેના સંશોધનો રજૂ કરવામાં આવ્યા છે.

સેપ્ટ યુનિવર્સિટીના સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ ઈન બિલ્ડિંગ સાયન્સ સાયન્ટિસ્ટ એન્ડ એનર્જી (CARBSE)ના વૈજ્ઞાનિકોએ વર્લ્ડ બેંકના નિષ્ણાતો સાથે મળીને આ સ્ટડી હાથ ધર્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, અમદાવાદ શહેર ગરમ અને શુષ્ક ક્લાયમેટિક ઝોનમાં સ્થિત છે જેના લીધે અહીં UTCI દિવસોની સંખ્યા વધુ છે. અન્ય શહેરોમાં હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ હોય છે. જેના લીધે મુંબઈના વેટ બલ્બ ગ્લોબ ટેમ્પરેચર (WBGT)ના 30 પોઈન્ટથી વધુ 276 દિવસો છે, જે બધા જ ભારતીય શહેરો કરતાં વધારે છે. જ્યારે અમદાવાદમાં આવા 226 અને દિલ્હીમાં 186 દિવસો છે જેના લીધે અહીં ગરમી વધારે પડે છે.

CARBSEના હેડ પ્રોફેસર યશકુમાર શુક્લાએ કહ્યું કે, “ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે અફોર્ડેબલ ઘર તૈયાર કરવાનો વિચાર આ રિપોર્ટ પરથી આવ્યો છે. વધતા ટેમ્પરેચર અને ક્લાઈમેટ ચેન્જના લીધે શારીરિક રીતે નબળી વસ્તીને અસર થઈ શકે છે. એટલે જ આ રિસર્ચના પરિણામો અને સારી ટેવો થકી આપણે ભવિષ્યમાં થનારા નુકસાનને ઓછું કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ.”

Related posts

शाहआलम से खोडियारनगर तक दस बड़े गड्ढे होने पर तुरंत रिपेरिंग करने विपक्ष की द्वारा मांग

aapnugujarat

साबरमती को स्वच्छ बनाकर इतिहास रचेंगे : विजय रुपाणी

aapnugujarat

નર્મદા જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી-સરઘસ માટે મનાઇ

aapnugujarat
UA-96247877-1