Aapnu Gujarat
રાષ્ટ્રીય

PM મોદીએ UN હેડક્વાર્ટરમાં 135 દેશના પ્રતિનિધિ સાથે કર્યા યોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UNના મુખ્યાલય સંકુલમાં આયોજિત યોગ કાર્યક્રમમાં યોગ કર્યા હતા. આ દરમિયાન 135 દેશોના લોકોએ PM મોદી સાથે યોગ કર્યા હતા. પીએમ મોદીએ યોગ પહેલા તમામનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે યોગ એટલે એક થવું. તેમણે કહ્યું કે, 9 વર્ષની યાદો તાજી થઈ ગઈ. આ ખાસ કાર્યક્રમમાં અનેક દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. યોગ એટલે આપણને એક કરવા.

પીએમ મોદીએ કહ્યું કે તમે ક્યાંય પણ યોગ કરી શકો છો, એકલા કરી શકો છો, કોઈની સાથે પણ કરી શકો છો. યોગ એ જીવનશૈલી છે. તે સંપૂર્ણપણે કોપીરાઈટ મુક્ત છે. પીએમ મોદીએ કહ્યું કે, અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાના લોકો હાજર છે. યોગનો અર્થ છે જોડાવું, તેથી તમે એકસાથે આવી રહ્યા છો.આ યોગના બીજા સ્વરૂપની અભિવ્યક્તિ છે.

પેટન્ટ અને રોયલ્ટી ફ્રી છે યોગ

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, યોગ ભારતમાંથી આવ્યો છે. આ જૂની પરંપરા છે. યોગ પર કોઈ કોપીરાઈટ નથી. તે પેટન્ટ અને રોયલ્ટી ફ્રી છે. યોગ તમારી ઉંમર અને ફિટનેસને બચાવે છે. તે પોર્ટેબલ છે. માત્ર સ્વસ્થ રહેવા માટે જ નહીં પણ તમારી અને અન્ય લોકો પ્રત્યેની સ્નેહની ભાવના સાથે પણ યોગ કરો.

યોગથી માનસિક અને બૌદ્ધિક ક્ષમતા વધે
પીએમ મોદી પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સબા કોરોસીએ પણ ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, યોગ શારીરિક કાર્યક્ષમતામાં વધારો કરે છે. તેનાથી માનસિક અને બૌદ્ધિક ક્ષમતા વધે છે. સબા કોરોસીએ કહ્યું કે, તે યોગની મોટી ચાહક છે. વિશ્વને સંતુલન અને આત્મ-નિયંત્રણની જરૂર છે. તેમણે કહ્યું કે, યોગ તેમના માટે વ્યક્તિગત છે અને તેઓ તેની પરિવર્તનશીલ શક્તિમાં વિશ્વાસ રાખે છે.

135 દેશના પ્રતિનિધિઓ યોગ કરીને બનાવ્યો વિક્રમ

સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં UNમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજે વિશ્વને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આજની ઉજવણી ખરેખર ખાસ છે. PM મોદીએ આજે અમારું નેતૃત્વ કર્યુ. યુએન હેડક્વાર્ટર પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં 135 દેશોના લોકો પીએમ સાથે યોગ કર્યા. આ કાર્યક્રમમાં સેલિબ્રિટી, બિઝનેસમેન અને નેતાઓ પહોંચ્યા હતા. ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રિકે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના યોગ કાર્યક્રમમાં 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. અગાઉ 140 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા હતી. પરંતુ 135 દેશોના પ્રતિનિધિઓ સાથે પણ તે વિશ્વ વિક્રમ બની ગયો.

Related posts

अब दलित की नाराजगी से फडणवीस की चिंता बढी

aapnugujarat

અરુણ જેટલીની જગ્યાએ હું હોત તો રાજીનામું આપી દીધું હોત : ચિદમ્બરમ

aapnugujarat

કર્ણાટક-ત્રિપુરામાં પ્રચાર માટે યોગીની ભાજપમાં વધારે માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1