Aapnu Gujarat
બિઝનેસ

ટ્રકમાં AC ફરજિયાત થતા ભાવમાં સીધો 50 હજાર રૂપિયાનો વધારો થશે

ભારતના રસ્તાઓ પર લાખો ટ્રક્સ દોડે છે જેના ડ્રાઈવરોની સુરક્ષા કે આરામની કોઈ કાળજી રાખવામાં આવતી નથી. ટ્રક ચાલકોએ ભયંકર ગરમીમાં પણ દિવસ રાત ટ્રક દોડાવવા પડે છે. જોકે, હવે ટ્રકની કેબિન ફરજિયાત એર કંડિશન્ડ હોવી જોઈએ તેવો નિયમ અમલમાં આવવાનો હોવાથી ટ્રક ચાલકોને રાહત થશે. પરંતુ તેના કારણે ટ્રાન્સપોર્ટરો માટે પ્રતિ ટ્રક 50,000 સુધી ખર્ચ વધી જશે. તાજેતરમાં રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટ્રકની કેબિનમાં એસી ફરજિયાત બનશે.

ટ્રક દોડાવવાના ખર્ચમાં કેટલો વધારો થશે?
જોકે, કોમર્શિયલ વ્હીકલના માર્કેટર્સ કહે છે કે ખરીદદારો માટે આ બહુ મોટો બોજ નહીં હોય કારણ કે ટ્રક દોડાવવાના કુલ ખર્ચમાં ખરીદીનો ખર્ચ માત્ર 20 ટકા હોય છે. ટ્રકને ચલાવવાના કુલ ખર્ચમાં ઈંધણનો ખર્ચ 50 ટકા જેટલો હોય છે જ્યારે બાકીના ખર્ચનો આધાર ટ્રકના ટર્નઅરાઉન્ડ ટાઇમ પર રહેલો છે. નવા પગલાંથી ટર્નઅરાઉન્ડ ટાઇમ સુધરશે.

એન્જિન પાવર વધારવો પડશે
વોલ્વો આઈશર કોમર્શિયલ વ્હીકલ્સના એમડી અને સીઈઓ વિનોદ અગરવાલે જણાવ્યું કે માઈનિંગ સેક્ટરમાં એસી કેબિન પહેલેથી ફરજિયાત છે. અન્ય સેગમેન્ટમાં પણ એર કંડિશન્ડ કેબિનની માંગ કરવામાં આવે છે. પરંતુ લાંબા અંતરે માલ લઈ જવામાં એસી કેબિનની ડિમાન્ડ નથી કારણ કે તેનાથી ખર્ચ વધી જાય છે. એસી કેબિનના કારણે ટ્રકના ખર્ચમાં 30,000થી 50,000 સુધીનો વધારો થઈ શકે છે. જેનો આધાર વાહનની સાઈઝ અને મોડેલ પર રહેલો છે. ખાસ કરીને લાઈટ કોમર્શિયલ વ્હીકલમાં કંપનીઓએ ડ્રાઈવટ્રેઇન બદલવી પડશે અને એન્જિન પાવરમાં વધારો કરવો પડશે.

ડેમ્લર ઈન્ડિયાના MD અને CEO સત્યકામ આર્યએ જણાવ્યું કે, “અમારા સેલ્સ વોલ્યુમમાં AC ટ્રકનો હિસ્સો વધતો જાય છે. ભારત બેન્ઝના 60 ટકાથી વધારે ટ્રક્સમાં આવી કેબિન આવે છે. એટલે કે ભારતીય ટ્રક માલિકો પોતાના ડ્રાઈવરોને રાહત અને સુરક્ષા આપવા માટે કટિબદ્ધ છે.”

આર્ય કહે છે કે ભારતમાં કાઉલ ટ્રક કેબિનની સિસ્ટમ બંધ કરવાની જરૂર છે જેમાં પ્લાન્ટની બહાર થર્ડ પાર્ટી આઉટફિટમાં કેબિન અને બોડી બનાવવામાં આવે છે. તેના કારણે ટ્રકની સુરક્ષાના નિયમોનો ભંગ થાય છે. યુરોપમાં સેફ્ટીના જે નિયમો લાગુ થાય છે તેમાં આખી કેબિન કવર કરી લેવામાં આવે છે.

ટાટાના ટ્રક્સમાં એક ઓપ્શન તરીકે AC કેબિન આપવામાં આવે છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, “અમે હાલમાં એક વિકલ્પ તરીકે AC કેબિન આપીએ છીએ. અમે ડેડલાઈન સુધીમાં તમામ માપદંડનું પાલન કરવાના છીએ. અમે એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ અને બીજા સેફ્ટી ફીચર્સ આપી રહ્યા છીએ.”

Related posts

રામદેવે શરૂ કર્યો પતંજલિ ’’પરિધાન’’નો શો રૂમ

aapnugujarat

કેન્દ્ર પાસે રાજ્યોને જીએસટીનું વળતર ચૂકવવા નાણાં નથી

editor

રિલાયન્સ હોમ ફાયનાન્સના નફામાં ૯૭ ટકા સુધી વધારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1