Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

UKમાં રેસ્ટોરન્ટ્સ, કાર વોશ, બાર, બાર્બર શોપ પર સરકારે દરોડા પાડ્યા

ભારતીય મૂળના રિશિ સુનક (Rishi Sunak) યુકેના વડાપ્રધાન બન્યા ત્યારે ઘણા લોકોને આશા હતી કે ભારતીયો માટે UKમાં પ્રવેશના નિયમો સરળ બનશે. પરંતુ UKમાં વાસ્તવમાં ગેરકાયદે ઈમિગ્રેશન વિરોધી વાતાવરણ જામતું જાય છે. તાજેતરમાં યુકેના પીએમ રિશિ સુનક સ્વયં ઇમિગ્રેશન ઓફિસરની ભૂમિકામાં મેદાનમાં ઉતરી આવ્યા હતા. આ કાર્યવાહીમાં યુકેમાં 105 લોકોની ધરપકડ પણ કરાઈ છે.

ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સામે યુકેએ કડક કાર્યવાહી શરૂ કરી છે. તેના ભાગરૂપે રેસ્ટોરન્ટ્સ, કાર વોશ, બાર, બાર્બર શોપ અને કન્વિનિયન્સ સ્ટોર પર દરોડા પાડીને શંકાસ્પદ લોકોને પકડવામાં આવ્યા છે. યુકેના હોમ ઓફિસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા તેમાં જુદા જુદા 20 દેશોના 105 લોકો પકડાયા છે જેમાં કેટલાક ભારતીય પણ છે.

રિશિ સુનાક બુલેટપ્રૂફ જેકેટ પહેરીને અધિકારીઓની સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે ઉત્તર લંડનમાં કેટલીક જગ્યાએ તપાસ કરી હતી. રિશિ સુનાકે તાજેતરમાં કહ્યું હતું કે ગેરકાયદે ઈમિગ્રન્ટને પકડીને તેમને તેમના દેશમાં પરત મોકલવા એ તેમની સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. આગામી વર્ષે યુકેમાં સામાન્ય ચૂંટણી થશે ત્યારે આ એક મહત્ત્વનો મુદ્દો બનશે.

યુકેમાં ગેરકાયદે લોકો વિરુદ્ધ માહોલ
યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવમેને જણાવ્યું કે ગેરકાયદે કામ કરતા લોકો આપણી કોમ્યુનિટીને નુકસાન કરે છે. તેના કારણે પ્રામાણિક કામદારોએ રોજગારી ગુમાવવી પડે છે અને આ લોકો કોઈ ટેક્સ પણ ચુકવતા નથી. તાજેતરના દરોડા વખતે જે લોકોને પકડવામાં આવ્યા તેમાંથી લગભગ 40ને યુકેમાંથી ડિપોર્ટ કરવામાં આવશે. બાકીના લોકોને ઈમિગ્રેશન જામીન પર રિલિઝ કરવામાં આવ્યા છે. આ પ્રકારની કાર્યવાહીના કારણે કેટલાક લોકો સ્વૈચ્છિક રીતે યુકે છોડીને જતા રહેશે તેમ માનવામાં આવે છે.

UK સરકારના અધિકારીઓએ કહ્યું કે જે લોકો નિયમોનો ભંગ કરીને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જોબ પર રાખે છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ઈમિગ્રેશન વિભાગ દ્વારા હજુ પણ દરોડા પાડવામાં આવશે. તેમાં પોલીસ અને નેશનલ ક્રાઈમ એજન્સી પણ જોડાઈ છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ 20 દેશોના ગેરકાયદે નાગરિકોને પકડવામાં આવ્યા છે. આ લોકો પાસે વિઝાના પ્રોપર ડોક્યુમેન્ટ ન હોવા છતાં યુકેમાં કામ કરી રહ્યા હતા. 2023માં રિશિ સુનાક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે વધુ કડક બન્યા છે. આ દરમિયાન 1300 જગ્યાએ ઈમિગ્રેશન અધિકારીઓએ તપાસ કરી હતી. ગયા વર્ષમાં ઈમિગ્રેશન વિભાગના દરોડાની તુલનામાં આ વખતે 57 ટકા વધારો થયો છે.

Related posts

ट्रंप की जीत, महाभियोग के आरोपों से सीनेट ने किया बरी

aapnugujarat

पीएम मोदी मेरे बहुत अच्छे मित्र, भारतीय-अमेरिकी मुझे देंगे वोट : ट्रंप

editor

H-1B visa રિન્યુઅલના નિયમો સરળ બન્યા, હવે ભારત પરત આવવાની જરૂર નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1