Aapnu Gujarat
ગુજરાત

શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટની બેઠકમાં સંસ્થાના પ્રમુખ તરીકે ડૉ. અમૃત પરમારની વરણી

ઉત્તર ગુજરાતના 35 જેટલા વિવિધ ગોળ પરગણાને એક મંચ નીચે લાવીને શૈક્ષણિક અને સામાજિક હેતુસર ગાધીનગર ખાતે ભવ્ય વણકર ભવનના બનાવવાના મકકમ નિધૉર સાથે કાયૅ કરી રહેલ શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટી મંડળની કારોબારી મીટીંગનું આજરોજ ચાંદખેડાના ગ્રીન હોટ બેન્કવેટ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

મહાસંઘના મોભી અને પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ડો.કરશનદાસ સોનેરીની અધ્યક્ષતામાં ચાંદખેડાના ગ્રીન હોટ બેન્કવેટ ખાતે આયોજિત આજની બેઠકમાં શ્રી જોધલપીર ગુરુગાદીના વંશજશ્રી લાલદાસ બાપૂ, પૂવૅ મંત્રીશ્રી ગીરીશચંદ્ર પરમાર, ગંગાસ્વરૂપ કુસુમબા ચૌહાણ, આર્થિક વિકાસ નિગમના પૂવૅ ચેરમેનશ્રી રમેશભાઈ સોલંકી તેમજ મહાસંઘના ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો ઉપરાંત સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજની બેઠકની શરૂઆતમાં પૂર્વ પ્રમુખશ્રી સ્વગૅસ્થ કે.કે.ચૌહાણના માનમાં બે મિનિટ મૌન પાળી ભાવભરી શ્રધ્ધાંજલિ અપૅણ કરવામાં આવી હતી ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

શ્રી ચારસો ચુવાળ પરગણાના સૌજન્યથી આયોજિત આજની મીટીંગના એજન્ડા મુજબ ખજાનચીશ્રી ડૉ. ધીરુભાઈ અમીન અને ટીમ દ્વારા સને ૦૧/૦૪/૨૦૨૨ થી ૩૧/૦૩/૨૦૨૩ સુધીના નાણાકીય હિસાબો વંચાણે લેવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત સભાસદો દ્વારા સવૉનુમતીએ બહાલી આપવામાં આવી હતી ત્યારબાદ પૂર્વ પ્રમુખશ્રી કે.કે.ચૌહાણના અવસાનથી ખાલી પડેલ મહાસંઘના પ્રમુખની જગ્યાએ ઉપસ્થિત વિવિધ પરગણાના સભાસદો દ્વારા ગહન ચર્ચા વિચારણા બાદ અગિયાર ગોળ વણકર સમાજના બાવીસી પરગણા વિસનગરના આગેવાન, નિવૃત્ત સિવિલ સજૅન અને આ મહાસંઘના પાયાના સક્રિય મહામંત્રીશ્રી ડૉ.અમૃતભાઈ પરમારની નવીન પ્રમુખ તરીકે સવૉનુમતે વરણી કરવામાં આવી હતી ઉપરાંત મહામંત્રી તરીકે નિવૃત્ત મામલતદાર અને ચારસો ચુવાળ પરગણાના હરગોવનભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે 35 ગામ પરગણા ઈડરના ધીરુભાઈ અમીન, ખજાનચી તરીકે અડસઠ પરગણાના નિવૃત્ત શિક્ષણ નિયામકશ્રી ગોવિંદભાઈ કાપડિયાની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ટ્રસ્ટીશ્રીઓ તેમજ તમામ સભાસદો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખશ્રી ડૉ. અમરતભાઈ પરમારે પોતાના પર મુકેલ વિશ્વાસને પરીપૂર્ણ કરવાની ખાત્રી આપવા સાથે સૌનો આધાર વ્યકત કર્યો હતો અને દાતાશ્રીઓ અને સંસ્થાના હોદ્દેદારોના સહયોગથી આગામી સમયમાં વહેલામાં વહેલી તકે ગાધીનગર ખાતે વણકર ભવન નિર્માણ કરવા માટે પ્રયત્નો હાથ ધરાશે એવું પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાધીનગરના કુડાસણ ખાતે નિમૉણ પામી રહેલ આ વણકર ભવન માટે સોનાની લગડી સમાન કિંમતી જમીન મહાસંઘના પૂવૅ પ્રમુખશ્રી સ્વગૅસ્થ કે.કે.ચોહાણ તથા પૂવૅ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કરસનદાસ સોનેરી દ્વારા નજીવા ટોકન દરે સમાજ માટે અપૅણ કરવામાં આવી છે જેના ઋણસ્વીકાર માટે ડૉ. કરસનદાસ સોનેરીને આજીવન પેટ્રન ટ્રસ્ટી તથા ગંગાસ્વરૂપ કુસુમબા ચૌહાણને આજીવન ટ્રસ્ટી તરીકે બહુમાન આપવામાં આવ્યું હતું. આ સમયે પૂવૅ કેબિનેટ મિનિસ્ટરશ્રી ગીરીશચંદ્ર પરમાર તથા અનુસુચિત જાતિ આર્થિક વિકાસ નિગમના પૂવૅ ચેરમેનશ્રી રમેશભાઇ સોલંકી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે શ્રી જોધલપીર ગુરુગાદી કેસરડીના મહંતશ્રી લાલદાસ બાપુએ મહાસંઘની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠિત રહેવા તેમજ વ્યસનો, કુરિવાજો અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે સલાહ આપી હતી.

આ પ્રસંગે પૂવૅ શિક્ષણ મંત્રીશ્રી અને આજના સમારોહના અધ્યક્ષશ્રી કરસનદાસ સોનેરીએ પોતાના જીવન સંઘર્ષ સાથે પોતાના કાયૅકાળ દરમિયાન સમાજ માટે કરેલ કાર્યોને વાગોળતાં મહાસંઘના એક માત્ર લક્ષ્ય ગાંધીનગર ખાતે ભવ્ય વણકર ભવન નિર્માણ માટે સમાજના સક્ષમ લોકોને તન,મન અને ધનથી સહયોગ કરવા હાકલ કરી હતી.

Reporting by….
Vinod Makwana.
Chandkheda

Related posts

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ૧૦ હજારથી વધુ યુવાનને ૨૭મીએ કરારપત્ર મળશે

aapnugujarat

વડોદરામાં ડેલ્ટા વેરિયન્ટના બે શંકાસ્પદ દર્દીઓ દાખલ

editor

ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

editor

Leave a Comment

UA-96247877-1