Aapnu Gujarat
ટેકનોલોજી

વોટ્‌સએપ યુઝર્સ માટે વિડીયો મેસેજ ફીચર રોલઆઉટ શરૂ

લોકપ્રિય મેસેન્જિંગ એપ વોટ્‌સએપનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. એક મોટા યુઝર બેઝ સાથેના આ પ્લેટફોર્મ પર યુઝર્સને નવા ફીચર્સ અંગે અપડેટ્‌સ મળતા રહે છે. વોટ્‌સએપના એન્ડ્રોઇડ અને આઈઓએસયુઝર્સ માટે નવું અપડેટ આવી રહ્યું છે. વોટ્‌સએપ અપડેટ વિશે માહિતી આપતી વેબસાઈટના એક અહેવાલમાં વોટ્‌સએપના નવા ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ મુજબ કંપનીએ વોટ્‌સએપ યુઝર્સ માટે વીડિયો મેસેજ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે.
છેલ્લા કેટલાક દિવસોથી વોટ્‌સએપના આ ફીચરની ચર્ચા થઈ રહી હતી. વોટ્‌સએપના વીડિયો મેસેજ ફીચરની મદદથી યુઝર્સ શોર્ટ વીડિયો મોકલી શકશે. વોટ્‌સએપ યુઝર્સ તેમના વોટ્‌સએપ કોન્ટેક્ટને ૬૦ સેકન્ડ સુધીના વીડિયો મોકલી શકે છે.
પ્રારંભિક તબક્કામાં ફક્ત વોટ્‌સએપના બીટા યુઝર્સ જ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. પ્લેટફોર્મના બીટા યુઝર્સ આઈઓએસ ૨૩.૬.૦.૭૩ અપડેટ અને એન્ડ્રોઇડ ૨.૨૩.૮.૧૯ અપડેટ સાથે ફીચરને એક્સેસ કરી શકે છે. લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કર્યા પછી આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.
વોટ્‌સએપના વિન્ડોઝ યુઝર્સ માટે પણ બે નવા ફીચર્સ ઉમેરવાનો અહેવાલ હતો. વેબએટાઈન્ફોના જ અહેવાલમાં વિન્ડોઝ યુઝર્સ માટે બે નવા ફીચર્સ વિશે માહિતી મળી હતી. વિન્ડોઝ યુઝર્સ માટે મેસેજ એડિટ ફીચર અને સ્ક્રીન શેરીંગ ફીચર રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ બે ફીચર્સ વોટ્‌સએપના આઈઓએસઅને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે પહેલાથી જ રોલઆઉટ કરવામાં આવ્યા છે. જો કે આ સુવિધા હાલમાં વિન્ડોઝ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે.

Related posts

ગૂગલે કન્નડ ભાષાને અભદ્ર ભાષા ગણાવ્યા બાદ માફી માંગી

editor

ભારતીય મૂળના નીલ મોહન હવે યુટ્યુબના સીઇઓ બનશે

aapnugujarat

फेसबुक, इस्टाग्राम पर सामग्री हटाने के फैसले की समीक्षा को निगरानी बोर्ड ने अपीलें लेना शुरू किया

editor

Leave a Comment

UA-96247877-1