Aapnu Gujarat
રમતગમત

સીએસકે શેર કરેલા વિડીયોમાં ધોનીના સંન્યાસ લેવાની અટકળો

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ દરમિયાન એમએસ ધોની સંન્યાસની જાહેરાત કરશે તેવી ખૂબ ચર્ચા થઈ હતી. જો કે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવી પોતાની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યા બાદ તેણે પોતે જ તે વધુ એક સીઝન રમીને ફેન્સને ગિફ્ટ આપવા માગતો હોવાનું કહ્યું હતું. હવે ફરીથી તેના રિટારમેન્ટની ચર્ચા તેજ થઈ છે. વાત એમ છે કે, સીએસકેએ તેના ટિ્‌વટર હેન્ડલ કેપ્ટન કૂલનો ૩૩ સેકન્ડનો એક વીડિયો જાહેર કરી તેના ચાહકોના ધબકારા વધારી દીધા છે. જેમાં લખવામાં આવ્યું છે ઓહ કેપ્ટન માય કેપ્ટન. આ ક્લિપમાં ધોનીને સીડી પર ચડતા જોઈ શકાય છે. બેકગ્રાઉન્ડમાં ૈંઁન્ ૨૦૨૩ વખતની તેની કેટલીક ખાસ ક્ષણોની તસવીરો છે, જેમાં તે વિકેટકીપિંગ અને બેટિંગ કરતો દેખાયો. વીડિયો સામે આવ્યા બાદ ધોની નિવૃતિ લેવાનો હોવાની અટકળો ફરી શરૂ થઈ છે. તેના ફેન્સ પર કોમેન્ટ કરી તેને ન જવા માટેની વિનંતી કરી રહ્યા છે. કેટલાક ફેન્સે ’થાલા ધોની’ લખી ઈમોશનલ ઈમોજી ડ્રોપ કર્યા છે. તો એક ફેને લખ્યું છે ’જો આ તેના સંન્યાસ તરફનો ઈશારો હોય તો આપણે સૌએ તેના નિર્ણયનું માન રાખવું જોઈએ અને તેના કરિયરની ઉપલબ્ધિને સેલિબ્રેટ કરવી જોઈએ’, એક ફેને કોમેન્ટ કરી છે ’શું તે આપણને છોડી રહ્યો છે? ના થાલા. પ્લીઝ ન જા, પ્લીઝ સીએસકેનું સુકાની પદ સંભાળ’, એકે ક્લિપના રિપ્લાયમાં લખ્યું છે ’તેને વધુને વધુ રમતા અને વધુ ટાઈટલ જીતતો જોવા માગુ છું’, તો એકે લખ્યું ’આ કેવા પ્રકારનો ઈમોશનલ વીડિયો છે? ભાઈ આમ ન કર અમે આ માટે તૈયાર નથી’, અન્યએ ઈમોશનલ થતાં કોમેન્ટ કરી છે ’પ્લીઝ પ્લીઝ પ્લીઝ આઈપીએલને ન છોડો પ્લીઝ… તમારા કારણે જ અમે મેચ જોવા જઈએ છીએ. તમારી જગ્યા કોઈ ન લઈ શકે. અમારા માટે તો તમે જ દુનિયાના શ્રેષ્ઠ કેપ્ટન છો’. એક ફેને જવાબમાં લખ્યું ’ભાઈ હજી તો જીત્યા તેને ૧૪ દિવસ જ થયા છે આમ ટ્‌વીટ કરીને ન ડરાવો. આઈપીએલની ૧૬મી સીઝન દરમિયાન ધોની તેના ઘૂંટણની ઈજાના કારણે પરેશાન હતી. આ કારણથી તે બેટિંગ કરવા માટે પણ નીચલા ક્રમ પર આવતો હતો. ટુર્નામેન્ટ ખતમ થયા બાદ તરત જ તેના ઘૂંટણની સર્જરી કરાવવામાં આવી હતી, જે પૂરી રીતે સફળ રહી હતી. તે ધીમે-ધીમે તેમાથી રિકવર થઈ રહ્યો છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે, ધોની આઈપીએલ ૨૦૨૪માં પણ રમતો જોવા મળી શકે છે પરંતુ સીએસકેએ જે રીતે ક્રિપ્ટિક મેસેજ સાથે વીડિયો શેર કર્યો છે, તે જોઈને ફરી એકવાર સંન્યાસની ચર્ચા તેજ થઈ છે. આઈપીએલ ૨૦૨૩ જીત્યા બાદ ધોનીએ રિપ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું હતું કે ’આમ જોવા જઈએ તો નિવૃતિ લેવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. પરંતુ જે પ્રકારનો પ્રેમ મને મળી રહ્યો છે તેમ જોતા મને લાગે છે કે હું આગામી વધુ એક સીઝન રમવાનું પસંદ કરીશ. આ મારી મારા ફેન્સને ગિફ્ટ છે. આટલો પ્રેમ જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા હતા. જો કે, હજી આગામી સીઝન માટે આઠ-નવ મહિનાની વાર છે’.

Related posts

સેરેના વિલિયમ્સ ઈજાગ્રસ્ત થતા વિમ્બલ્ડનમાંથી બહાર થઈ

editor

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે કિંગ્સ્ટનમાં નિર્ણાયક વનડે : સાંજે ૬.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ

aapnugujarat

ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1