Aapnu Gujarat
રમતગમત

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે કિંગ્સ્ટનમાં નિર્ણાયક વનડે : સાંજે ૬.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચ આજે કિંગસ્ટન ખાતે રમાનાર છે. ભારતીય ટીમ વનડે શ્રેણી ૩-૧થી જીત લેવા માટે તૈયાર છે. જ્યારે છેલ્લી મેચમાં જીત મેળવી લીધા બાદ જેસન હોલ્ડરના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝ અંતિમ મેચ જીતીને વનડે શ્રેણીને ડ્રો કરવા માટે તૈયાર છે. બન્ને ટીમોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. પ્રથમ વનડે મેચ વરસાદના કારણે ત્રિનિદાદ ખાતે ધોવાઈ ગયા બાદ બીજી વનડે મેચ ભારતીય ટીમે જીતી લીધી હતી. પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયેલી વરસાદગ્રસ્ત બીજી વનડે મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ પર ૧૦૫ રને જીત મેળવી હતી. આ મેચમાં ભારત તરફથી રહાણેએ શાનદાર ૧૦૩ રન કર્યા હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ ૮૭ રન કર્યા હતા. વિન્ડીઝની સામે ભારતે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે ૩૧૦ રન કર્યા હતા. જોકે મોડેથી વરસાદ પડતા મેચમાં ઓવરની સંખ્યા ઘટાડી દઇને ૪૩-૪૩ કરી દેવામાં આવી હતી. ભારતના ૩૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિન્ડીઝની ટીમ ૪૩ ઓવરમાં છ વિકેટે માત્ર ૨૦૫ રન કર્યા હતા. આવી જ રીતે ત્રીજી વનડે મેચમાં ભારતે વિન્ડીઝ પર ૯૩ રને જીત મેળવી હતી. આ મેચમાં ભારતના ૨૫૧ રનની સામે વિન્ડીઝની ટીમ માત્ર ૧૫૮ રન જ કરી શકી હતી. જો કે ચોથી વનડે મેચમાં વિન્ડીઝે વાપસી કરી હતી. સર વિવિયન રિચર્ડ્‌સ મેદાન ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝે ભારત પર ૧૧ રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૯૦ રનના લક્ષ્યાકનો પીછો કરવામાં પણ ભારતીય ટીમ સફળ રહી ન હતી. ટીમ ઇન્ડિયાની ટીમ ૧૭૮ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમ તરફથી સૌથી વધારે રન ઓપનિંગ બેટ્‌સમેન રહાણેએ ૬૦ રન બનાવ્યાહતા. જ્યારે ધોનીએ ૫૪ રન કર્યા હતા. બાકીના તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર જેસન હોલ્ડરે જોરદાર તરખાટ મચાવીને પાંચ વિકેટ ઝપી હતી. હોલ્ડરે ૯.૪ ઓવરમાં ૨૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. હોલ્ડર શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે. આવી સ્થિતીમાં ભારતીય ટીમને શાનદાર દેખાવ કરવાની જરૂર રહેશે. વિરાટ કોહલી પણ ફ્લોપ સાબિત થયો છે. જેસન હોલ્ડરના નેતૃત્વામાં વિન્ડિઝની ટીમમાં કાયલી હોપ અને સુનિલ અમ્બ્રીસનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જોનાથન કાર્ટર અને કે વિલિયમ્સને પડતા મુકી દેવામાં આવ્યા હતા. ૨૮ વર્ષીય હોપ ટોપ ઓર્ડરનો બેટ્‌સમેન છે અને ટીમમાં વિકેટકીપર બેટ્‌સમેન સાઈ હોપનો ભાઈ છે. હવે કાયલી હોપ અને સાઇ હોપ બે બંધુઓ એક સાથે ટીમમાં રમનાર છે. જ્યારે ૨૪ વર્ષીય અમ્બ્રિસ વિકેટકીપર બેટ્‌સમેન છે જે વિન્ડવાડ આઈલેન્ડ તરફથી રમે છે. બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો કોઇ અનુભવ ધરાવતા નથી. ગયા વર્ષે શ્રીલંકા સામેની ટુર મેચમાં વિન્ડિઝ એ તરફથી હોપે ઓપનિંગમાં બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. ત્રણ મેચની શ્રેણીમાં એક સદી અને ૮૧ રનની ઇનિંગ્સ રમી હતી.

Related posts

चौथे टेस्ट के लिए ब्रिस्बेन जाने को भारतीय टीम तैयार

editor

ચેન્નાઇને ફટકો : સુરેશ રૈના આગામી બે મેચમાં નહીંં રમે

aapnugujarat

2022 में होने वाले महिला विश्व कप का कार्यक्रम जारी

editor

Leave a Comment

UA-96247877-1