Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્તે ભૂમિની રજૂઆત તારીખને આગળ વધારી

બોલિવુડ સ્ટાર સંજય દત્તે પોતાની ફિલ્મ ભૂમિની રજૂઆતની તારીખને આગળ વધારી દેવાનો નિર્ણય કર્યો છે. ભૂમિ ફિલ્મનુ શુટિંગ હાલમાં ચંબલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે છે. આવી સ્થિતીમાં ફિલ્મના નિર્માતા તેની રજૂઆતની તારીખ પર ચર્ચા કરી રહ્યા છે. મૂળભુત રીતે સંજય દત્ત અને અદિતી રાવ અભિનિત ફિલ્મ આ જ વર્ષે ચોથી ઓગષ્ટના દિવસે રજૂ કરવાની યોજના હતી પરંતુ હવે આ ફિલ્મની રજૂઆતની તારીખને આગળ વધારી દેવામાં આવી છે. આ ગાળામાં જ આમીર ખાનની એક ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે જેથી સંજય દત્તે પોતાની ફિલ્મની રજૂઆતની તારીખને આગળ વધારી દીધી છે. ફિલ્મના નિર્માતા ભુષણ કુમાર ભૂમિની રજૂઆત તારીખને આગળ વધારી રહ્યા છે. આમીર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર નામની ફિલ્મ ચોથી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. સંજય દત્ત અને ફિલ્મના નિર્માતા આમીર સાથે ફિલ્મના મામલે ટકરાવવા માટે ઇચ્છુક છે. સંજય દત્તે પોતે કુમારને તારીખને આગળ વધારી દેવા માટે કહ્યુ હતુ. સંજય દત્તની ફિલ્મ ભૂમિ પિતા અને પુત્રી વચ્ચેના સંબંધ પર આધારિત ફિલ્મ છે. જ્યારે સિક્રેટ સુપરસ્ટારના નિર્માતા આમીર ખાન છે. સંજય દત્તે કહ્યુ છે કે એક ફિલ્મ બનાવવામાં ખુબ મહેનવત લાગે છે. આમીર તેના સારા મિત્ર તરીકે છે. અમે એકબીજાની મદદ કરી રહ્યા છીએ. ભૂમિ સંજય દત્ત અને અદિતીની ફિલ્મ છે. ફિલ્મમાં લાંબા સમય બાદ શેખર સુમન પણ મોટા રોલમાં છે.

Related posts

कबीर सिंह को लेकर शाहिद कपूर पर भड़कीं सोना महापात्रा

aapnugujarat

મને‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે વજન ઉતારવાની ફરજ પાડી હતી : મોનિકા ભદોરિયા

aapnugujarat

ट्रोल्स की परवाह नहीं करतीं : मलाइका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1