Aapnu Gujarat
મનોરંજન

વરૂણ ધવન સાથે અનુષ્કા શર્મા જોડી જમાવવા તૈયાર

યુવા પેઢીમાં લોકપ્રિય સ્ટાર વરૂણ ધવન અને અનુષ્કા શર્માની જોડી હવે પ્રથમ વખત ચમકાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. યશરાજ ફિલ્મના નવા પ્રોડક્શન સુઇ ધાગામાં બન્ને કામ કરવા જઇ રહ્યા છેો. આ ફિલ્મનુ નિર્દેશન શરત કટારિયા દ્વારા કરવામાં આવનાર છે. કાટારિયા વિતેલા વર્ષોમાં દમ લગા કે હઇસા નામની ફિલ્મ બનાવી ચુકયા છે. મનીષ શર્મા આ પ્રોજેક્ટને હાથ ધરનાર છે. વરૂણે આ સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે ગાંધીજીથી લઇને મોદી સુધી અમારા દેશના તમામ નેતા મેઇડ ઇન ઇન્ડિયાનો મંત્ર આપી રહ્યા છે ત્યારે સુઇ ધાગા સાથે જોડાઇને તે ગર્વ અનુભવ કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે તે લાખો ચાહકો સુધી ખાસ પ્રકારના સંદેશાને લઇને જશે. વરૂણે કહ્યુ છે કે આ ફિલ્મ માટે યશરાજ સાથે જોડાઇને તે ભારે ખુશ છે. અનુષ્કા શર્મા પોતે પણ આ અસામાન્ય સ્ટોરીને લઇને આશાવાદી છે. આ સ્ટોરી એક આત્મનિર્ભર બનાવવા સાથે સંબંધિત છે. વરૂણ હાલમાં જુડવા-૨ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે જેક્લીન અને તાપ્સી કામ કરી રહી છે. આ ઉપરાંત પણ વરૂણ પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. વરૂણ અને અનુષ્કા અભિનિત ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે આ ફિલ્મનુ શુટિંગ વહેલી તકે પૂર્ણ કરીને ફિલ્મને ગાંધી જયંતિ ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. વરૂણ પોતાની નવી ફિલ્મ જુડવાને લઇને હાલમાં વ્યસ્ત બનેલો છે. વિતેલા વર્ષોમાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

Related posts

पीवी सिंधु पर बनेगी फिल्म, दीपिका निभा सकती हैं उनका किरदार

aapnugujarat

सनी लियोनी की तेरा इंतजार रिलीज के लिए तैयार है

aapnugujarat

कॉमेडी के साथ प्रशंसकों को चौंकाना चाहती हूं : गुरदीप

editor

Leave a Comment

UA-96247877-1