Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બિપરજોય ચક્રવાતને કારણે પાકિસ્તાનમાં કટોકટી જાહેર

ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને સતર્ક ભારતે પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દીધી છે. આ બાજૂ તોફાને પાકિસ્તાની શહેર કરાચીની નજીક પહોંચતાની સાથે સિંધ પ્રાંતની સરકારે સેના અને નૌસેનાને મદદ માટે બોલાવી છે. તો વળી સમુદ્રી તટની નજીક રહેતા ૮૦ હજારથી વધારે લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચા઼ડવાની પ્રક્રિયા ઝડપી કરી છે. પાકિસ્તાન મૌસમ વિજ્ઞાન વિભાગના નવા પરામર્શ અનુસાર, બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન સાથે નબળું થઈ ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ ગયં છે. અને છેલ્લા ૧૨ કલાકની અંદર તે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં કરાચીના દક્ષિણથી ૪૭૦ કિમી અને થટ્ટાના દક્ષિણથી ૪૬૦ કિમી દૂર છે. પીએમડીએ કહ્યું કે, હવાની સ્પિડ ૧૪૦-૧૫૦ કિમી પ્રતિ કલાક છે, જે ૧૭૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પાકિસ્તાનના દક્ષિણ પ્રાંત સિંધની સરકારે મોટા પાયે લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચવાના નિર્દેશ આપ્યા છે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે મીડિયાને જણાવ્યું કે, કટોકટી જાહેર કરી છે અને ૮૦,૦૦૦થી વધારે લોકોને ખતરો છે, જેમને સ્થળાંતરણ કરવામાં મદદ માટે સેના અને નૌસેનાને બોલાવી છે. તેમણે પત્રકારોને કહ્યું કે, સોશિયલ મીડિયા, મસ્જિદ અને રેડિયો સ્ટેશનોથી લોકોને સુરક્ષિત સ્થાન પર જવા માટે આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, થટ્ટા, કેટી બંદર, સુઝાવલ, બાદિન, થારપારકર અને ઉમેરકોટ જિલ્લામાં પહેલાથી મોટા પાયે લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવાનું અભિયાન ઝડપી બનાવ્યું છે. આ વિસ્તારમાં ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત થઈ શકે છે. બિપરજોય બાંગ્લા ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે આપદા. મુરાદે કહ્યું કે, આ સંકટ ખતમ થાય ત્યાં લોકોને સરકારી સ્કૂલ, કાર્યાલય અને અન્ય હંગામી આશ્રમ સ્થાનમાં લઈ જવા માટે સેના અને નૌસેનાની મદદ બોલાવી છે.

Related posts

તાઇવાનની સાથે અમેરિકા મજબૂતીથી ઊભા રહેતા ચીનમાં હલચલ

aapnugujarat

ब्रह्मोस को टक्कर देने के लिए चीन ने बनाई मिसाइल

aapnugujarat

રશિયાનો અમેરિકા પર આરોપઃ ‘નોર્થ કોરિયાને ભડકાવી રહ્યું છે અમેરિકા’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1