Aapnu Gujarat
રાષ્ટ્રીય

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ૭ પ્રશ્નો પૂછ્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. રવિવારે બપોરે ખડગેએ એક પછી એક ટિ્‌વટ કરીને સાત સવાલ પૂછ્યા છે. તેમણે કહ્યું કે ડીઆરડીઓ દ્વારા સુરક્ષા કવચનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નથી. જ્યારે રેલવે મંત્રીએ ૨૦૨૨ માં જ તેનું નિર્દેશન કર્યું હતું. તેમ છતાં, શા માટે તેનો ઉપયોગ અત્યાર સુધી માત્ર ૪ ટકા રૂટ પર જ થયો છે ? કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, સંસદીય સ્થાયી સમિતિએ તેના ૩૨૩મા રિપોર્ટમાં રેલવે સુરક્ષા કમિશનની ભલામણો પર રેલવે બોર્ડ દ્વારા દેખાડવામાં આવેલી અવગણનાની ટીકા કરાઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઝ્રઇજી ૮ થી ૧૦ ટકા અકસ્માતોની તપાસ કરે છે, તો પછી તેને મજબૂત કેમ ન કરવામાં આવ્યું? રેલવેમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે તેમણે પ્રશ્ન કર્યો હતો કે તે હજુ સુધી કેમ ભરાઈ નથી. તેમણે પૂછ્યું કે જ્યારે રેલવે બોર્ડ પોતે સ્વીકારે છે કે તેની પાસે માનવ સંસાધનોની ભારે અછત છે, જેના કારણે લોકો પાઇલટ્‌સને લાંબા કલાકો સુધી કામ કરવું પડે છે. તો પછી રેલવેમાં ખાલી જગ્યાઓ કેમ ભરવામાં ન આવી? આ સાથે કોંગ્રેસ અધ્યક્ષે નેશનલ રેલ સેફ્ટી ફંડમાં કમી અંગે પણ કેન્દ્રને સવાલ કર્યા હતા. તેમણે કહ્યું કે ફંડના ૭૯ ટકા ભંડોળમાં ઘટાડો થયો છે, જ્યારે દર વર્ષે ૨૦૦૦૦ કરોડ ઉપલબ્ધ કરાવવાના હતા. સીએજીના તાજેતરના ઓડિટ રિપોર્ટને ટાંકીને કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮ અને ૨૦૨૦-૨૧ ની વચ્ચે, ૧૦ માંથી લગભગ ૭ ટ્રેન અકસ્માતો ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે થયા છે. રેલ્વે સલામતી માટે તૈયાર રેલ અને વેલ્ડનું શૂન્ય પરીક્ષણ હતું, તેને કેમ અવગણવામાં આવ્યું? વંદે ભારત ટ્રેનના ઉદ્‌ઘાટન દ્વારા પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે તમે દરરોજ વ્હાઇટવોશ કરેલી ટ્રેનોને લીલી ઝંડી બતાવવામાં વ્યસ્ત છો, પરંતુ રેલવે સુરક્ષા પર કોઈ ધ્યાન આપતા નથી. ઉપરથી નીચે સુધીની પોસ્ટની જવાબદારી નક્કી કરવી પડશે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો થતા અટકાવી શકાય. રેલવેમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે, જાહેરાતો અને પીઆર યુક્તિઓ દ્વારા મોદી સરકારની કાર્ય વ્યવસ્થાને પોકળ બનાવી દીધી છે. જ્યારે રેલવેમાં ૩ લાખ પદો ખાલી છે, જેમાં વરિષ્ઠ અધિકારીઓની પણ જગ્યાઓ છે, તો પછી છેલ્લા ૯ વર્ષમાં શા માટે તેમની ભરતી કરવામાં ન આવી. ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ, મૈસૂરમાં બે ટ્રેનોને ટક્કરથી બચાવી લેવામાં આવી હતી. આ પછી, સિગ્નલિંગ સિસ્ટમને સુધારવા માટે વિનંતી કરવામાં આવી હતી અને ચેતવણીઓ આપવામાં આવી હતી, પરંતુ રેલવે મંત્રાલય કેમ કાર્યવાહી કરતું નથી?

Related posts

चाहता हूं कि आदित्य ठाकरे सरकार का हिस्सा बनें : फडणवीस

aapnugujarat

કલમ ૩૫એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઈ

aapnugujarat

डोभाल ने की हिंदू-मुस्लिम धार्मिक नेताओं के साथ बैठक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1