Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લગ્નનાંઇન્કાર બાદ મહિલાને ભથ્થુ આપી શકાય છે કે કેમ? સુપ્રીમ કોર્ટ

લીવ ઇન સંબંધોમાં રહેતી મહિલાઓના અધિકારોને સુરક્ષિત કરવા અને લગ્નની વાત કરીને જાતિય સંબંધો બનાવી દીધા બાદ વિશ્વાસઘાતના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે, કોઇ મહિલાની સાથે લાંબા સમય સુધી રહેવા અને તેની સાથે શારીરિક સંબંધ રાખનાર કોઇ પુરુષ જો મહિલાની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેશે તો તેની કોઇ જવાબદારી બને છે કે કેમ. શું મહિલાને પત્નિની જેમ આજીવિકા ભથ્થા અને સંપત્તિમાં હિસ્સો આપી શકાય છે કે કેમ. સુપ્રીમ કોર્ટે આ તમામ પ્રશ્નોના જવાબમાં ચકાસણી કરવાની તૈયારી બતાવી છે. કોર્ટે આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર પાસેથી પણ અભિપ્રાય માંગ્યા છે. લીવ ઇનમાં રહ્યા બાદ લગ્નનો ઇન્કાર કરવાની સ્થિતિમાં મહિલાને ભથ્થુ મળી શકે છે કે કેમ તે અંગે હવે વિચારવામાં આવશે. જસ્ટિસ આદર્શકુમાર ગોયેલ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેંચે આ મુજબની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે લીવ ઇન રિલેશનમાં રહેનાર મહિલાઓને સ્થાનિક હિંસા કાયદા હેઠળ લાવવા, ભથ્થા આપવા અને સંપત્તિમાં હિસ્સો મળી શકે તે રીતે વાત કરી છે. હવે કોર્ટે કેન્દ્ર સરકારને જુદા જુદા પ્રશ્નો કર્યા છે અને એવો પ્રશ્ન કર્યો છે કે, લાંબા સમય સુધી ચાલેલા નજીકના સંબંધોને લગ્ન જેવા માનવામાં આવી શકે છે કે કેમ. સંબંધોને લગ્નની જેમ માનવા માટેના માપદંડો શું હોવા જોઇએ. કેટલા સમય સુધી ચાલેલા સંબંધોને આ પ્રકારના દરજ્જા મળી શકે છે તે તમામ માપદંડમાં તપાસ કરવામાં આવનાર છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટની બેંચે સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીને આ મામલામાં મદદ માટે એમિકશ ક્યુરી તરીકે નિમી દીધા છે.

Related posts

ડોન રવિ પુજારીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર

aapnugujarat

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વેળા હિંસા થવાની શક્યતા હોવાથી ૮૦૦ જવાનો તૈનાત કરાશે

aapnugujarat

સેંસેક્સ ૬૪ પોઇન્ટ ઘટી ૩૩૮૪૮ની સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1