Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં વિદેશી હુંડીયામણ પૂરું થવાના આરે

પાકિસ્તાનમાં ગરીબીની સ્થિતિ એવી પહોંચી ગઈ છે કે હવે તેની પાસે વિદેશ વેપાર માટે પૈસા નથી. વિદેશી હૂંડિયામણની અનામતો ઘટી રહી છે અને તેને બચાવવા માટે કોઈ નથી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે દેશને આયાત માટે અહીં ઉત્પાદિત વસ્તુઓ પર નિર્ભર રહેવું પડે છે. વાસ્તવમાં, પાકિસ્તાન હવે જરૂરી વસ્તુઓ માટે ‘બાર્ટર ટ્રેડ’ કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે તે પોતાના સામાનને બદલે અન્ય દેશોમાંથી જરૂરી વસ્તુઓ લઈ રહ્યો છે. પાડોશી દેશે ખાસ આદેશ પસાર કર્યો છે. તેના દ્વારા અફઘાનિસ્તાન, ઈરાન અને રશિયા પાસેથી કેટલીક વસ્તુઓના બદલામાં વિનિમય વેપારની મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાન આ ત્રણેય દેશો પાસેથી દૂધ, ઈંડા અને માછલી જેવી વસ્તુઓના બદલામાં પેટ્રોલિયમ, એલએનજી, કોલસો, ખનિજો, ધાતુઓ, ઘઉં, કઠોળ અને અન્ય ઘણી આવશ્યક ખાદ્ય ચીજો ખરીદશે. પાકિસ્તાનના નાણા મંત્રાલયે ‘સ્ટેટ્યુટરી રેગ્યુલેટરી ઓર્ડર’  પસાર કરીને મ્૨મ્ બાર્ટર ટ્રેડને મંજૂરી આપી છે. વાસ્તવમાં પાકિસ્તાનની ખરાબ અર્થવ્યવસ્થાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ‘કન્ઝ્‌યુમર પ્રાઈસ ઈન્ડેક્સ’  ૩૮ ટકા પર પહોંચી ગયો છે અને ફુગાવા પર આધારિત ‘સેન્સિટિવ પ્રાઇસ ઈન્ડિકેટર’  ૪૮ ટકા પર પહોંચી ગયો છે. આ જ કારણ છે કે હવે તેણે પાડોશી દેશો સાથે વિનિમય વેપારનો આશરો લેવો પડશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ મદદ કરવાનો ઇનકાર કરી દીધો હોવાથી તેની હાલત કફોડી બની છે. અર્થ સ્પષ્ટ છે કે પાકિસ્તાન હવે નાદાર થઈ શકે છે. પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન, ઈરાન અને રશિયા સાથે દૂધ, ક્રીમ, ઈંડા, અનાજ, માંસ અને માછલી, ફળો અને શાકભાજી, ચોખા, બેકરી વસ્તુઓ, મીઠું, ફાર્મા ઉત્પાદનો, આવશ્યક તેલ, પરફ્યુમ, સૌંદર્ય પ્રસાધનો, સાબુ, મીણ અને માચીસનો વેપાર કરશે. આ ઉપરાંત ત્રણેય દેશોમાંથી કેમિકલ પ્રોડક્ટ્‌સ, પ્લાસ્ટિક અને રબર પ્રોડક્ટ્‌સ, ફિનિશ્ડ લેધર, રેડીમેડ ગારમેન્ટ્‌સ, આયર્ન અને સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ, ઇક્વિપમેન્ટ અને કટલરી, ઇલેક્ટ્રિક પંખા વગેરેની પણ આયાત કરવામાં આવશે.

Related posts

નોર્થ કોરિયાએ ફરીથી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

aapnugujarat

તૂર્કીએ ૧૦ દેશોના રાજદૂતોને કાઢી નાંખ્યા

editor

ट्रंप ने अमेरिकी राष्ट्रपति कार्यालय को कलंकित किया है : कमला हैरिस

editor

Leave a Comment

UA-96247877-1