Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણીએ ચીનની શીન કંપની સાથે લાઈસન્સ એગ્રીમેન્ટ સાઈન કર્યાં

 ભારતના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) રિટેલ બિઝનેસમાં મોટો ધમાકો કરવાની તૈયારી કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ચીનની કંપની શીન (Shein) સાથે લાઈસન્સ એગ્રીમેન્ટ સાઈન કર્યા છે. આ સમજૂતી અંતર્ગત ચીનની ઓનલાઈન ફાસ્ટ ફેશન રિટેલર કંપની શીન પોતાની ટેકનિક શેર કરશે. શીન કંપનીની સમજૂતી મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ (Reliance Retail) વેન્ચર્સ લિમિટેડ સાથે થઈ છે. આ સમજૂતી અંતર્ગત ચીનની આ કંપની ભારતમાં ફરી એન્ટ્રી કરવા જઈ રહી છે. જાણકારી મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ભારતના ગ્રાહકો માટે અલગથી sheinindia.in નામથી એપ શરૂ કરશે.

ભારતમાં કરી દેવાઈ હતી પ્રતિબંધિત
ઉલ્લેખનીય છે કે, ચીનની શીન કંપનીને ભારતમાં પ્રતિબંધિત કરી દેવાઈ હતી. ગત લગભગ ત્રણ વર્ષોથી કંપની પર પ્રતિબંધ લાગેલો હતો. હકીકતમાં ભારત સરકારે ચીન સાથેના તણાવ બાદ જૂન 2020માં શીન કંપની પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે, રિલાયન્સ રિટેલની સાથે ભાગીદારી સાથે સીન ફરીથી ભારતમાં કામકાજ શરૂ કરવા જઈ રહી છે. બંને કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી મુજબ, શીન કંપની રિલાયન્સ રિટેલના સોર્સિંગ કેપેસિટી, વેરહાઉસિંગ એન્ડ લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે. રિલાયન્સ રિટેલના ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોરના શાનદાર પોર્ટફોલિયોનો પણ શીનને ફાયદો મળવાનો છે.

આ કારણે છે ફેમસ છે શીન
ચીનની કંપની શીન સસ્તી કિંમતોમાં ટ્રેડિંગ અને સ્ટાઈલિસ્ટ કપડાં ઉપલબ્ધ કરાવે છે. એ કારણે તે મહિલાઓમાં ઘણી ફેમસ છે. શીન લોકપ્રિય શોપિંગ પ્લેટફોર્મમાંથી એક છે. ચીનની કંપની શીન હાલમાં યુએસએમાં ઓવર સોર્સિંગના રૂપમાં કેટલાક બજારોમાં તપાસમાં સામનો કરી રહી છે. શીન વુમન ગારમેન્ટ અને અન્ય ડ્રેસ માટે મિલેનિયલ્સમાં ઘણી ફેમસ છે. અહીં સસ્તા ભાવે ફેશનેબલ કપડાં મળે છે.

શીન કંપની ક્યા કારણોથી વિવાદોમાં રહી છે?
ચીનની ઓનલાઈન ફાસ્ટ-ફેશન રિટેલર કંપની શીન ઓક્ટોબર 2008માં ચીનના નાનજિંગમાં સ્થાપિત કરાઈ હતી. જેનું હેડક્વાર્ટર સિંગાપોરમાં છે. શીન પહેલા માત્ર એક શિપિંગ કંપની તરીકે કામ કરતી હતી. તે ગ્વાંગઝૂના જથ્થાબંધ બજારમાંથી કપડાં ખરીદતી હતી. શીન કંપની ડેટાની ગુપ્તતા, ટ્રેડમાર્ક અને જબરજસ્તીથી મજૂરી કરાવવા જેવા મામલાઓમાં ફસાયેલી છે. તેના પર ચીનના લઘુમતી ઉઈગરો પાસે જબરજસ્તી મજૂરી કરાવવાનો પણ આરોપ લગાવાયો હતો. કંપનીએ જોકે પોતાની સામેના આરોપોને નકારી દીધા હતા. ઓક્ટોબર 2022માં જ્યારે શીનને ડેટા બ્રીચનો સામનો કરવો પડ્યો અને 39 મિલિયન યૂઝર્સની ડિટેલ્સ ચોરી થઈ ગઈ. ડેટા ચોરી માટે શીનની મૂળ કંપની જોએટોપને 19 લાખ ડોલરનો દંડ કરાયો હતો. શીન પર લેવી, ડૉ માર્ટેન્સ અને રાલ્ફ લોરેન જેવી લોકપ્રિય બ્રાન્ડોની ડિઝાઈનોની નકલ કરવા માટે પણ કેસ થયો છે.

Related posts

નોટબંધી ૫છી ૫ણ ભારતીય અર્થતંત્ર બન્યું મજબુત : યુએન

aapnugujarat

મેક્સિસ રબર ઇન્ડિયાના પ્લાન્ટનું લોકાર્પણ : ગુજરાતમાં ઓટો મોબાઇલ ક્ષેત્રે બે અબજ ડોલર રોકાયા

aapnugujarat

अनचाहे कॉल्स और मेसेज से लोगों को मिलेगी मुक्ति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1