Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી રિવરફ્રન્ટ પર ૪૯ પ્લોટ વેચાણ માટે મૂક્યાં પણ એક પણ ખરીદાર નહીં

અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાત માટે લેન્ડ માર્ક બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર રહેલી જમીન માટે કોઇ ખરીદાર મળતો નથી. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ જ્યારે તૈયાર કરાયો હતો. તે સમયે નક્કી કરાયું હતું કે, રિવરફ્રન્ટ આસપાસ રહેલી જમીન ખાનગી કંપનીઓ વેચવામાં આવશે. અહીં ગગનચુંબી ઇમારતો બનશે અને સાબરમતી રિવરફ્રન્ટનો નજારો બદલાશે. પરંતુ આજે ૧૮ વર્ષ પસાર થયા છતાં ૪૯ પ્લોટનું વેચાણ કે ગગનચુંબી ઇમારતો બનવાનું તો દૂરની વાતો છે. પરંતુ હજુ સુધી ૪૯ પ્લોટોની બેઝ પ્રાઇઝ નક્કી પણ કરી શકાઇ નથી. આ મુદ્દે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ બન્યાને ૧૮ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં રિવરફ્રન્ટ દ્વારા ૪૯ જેટલા મોટા પ્લોટ્‌સ પાડેલ છે. પરંતુ તે પ્લોટ્‌સ પૈકી સત્તાધારી ભાજપના શાસકો રાજકીય કારણોસર એક પણ પ્લોટનું વેચાણ કરી શક્યાં નથી. રિવરફ્રન્ટ બનાવવા પાછળ આજ સુધીમાં કરોડોનો ખર્ચ થયો છે. પરંતુ રિવરફ્રન્ટ પ્રોજેકટમાંથી કોઇ આવક થઇ નથી, હજુ પણ કરોડોનો વધુ ખર્ચ થવાનો અંદાજ છે. એક તરફ મ્યુ.કોર્પોની નાણાંકીય પરિસ્થિતિ કથળી છે અને બીજી તરફ હાલમાં પ્રોજેકટના કામ માટે નાણાંની જરૂરિયાત ઉભી થઇ છે. જેથી મ્યુ.કોર્પોને લોન લેવાની નોબત આવી છે. જેનો બોજો મ્યુ.કોર્પો પર પડશે. જેને કારણે મ્યુ.કોર્પોને વ્યાજનું દર વર્ષે કરોડો રૂપિયાનું આર્થિક ભારણ વેઠવું પડે છે. તેની સીધી અસર પ્રાથમિક સુવિધા પર પડે તે સ્વાભાવિક છે. સત્તાધારી ભાજપ દ્વારા રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારતો બનવાથી અમદાવાદ શહેર મેનહટન સીટી જેવું બનશે જેવી પોકળ વાતો કરેલ, પરંતુ સત્તાધારી ભાજપના રાજકીય આંતિરક વિવાદોનો ભોગ પ્રજા બને છે. સત્તાધારી ભાજપ દ્વારા આજદિન સુધીમાં રિવરફ્રન્ટ પર એકપણ સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગ બનાવી શકાય તે બાબતે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. વધુમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ માટે સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવા બાબતે પેન્થર સર્વેલન્સ પ્રા. લિ.ને કોન્ટ્રાકટ આપેલ છે. તે એજન્સી દ્વારા ૩૮૩ જેટલા સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવામાં આવેલ છે. તેને દર વર્ષે ૯.૦૦ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે. તેમ છતાં રિવરફ્રન્ટ વિસ્તારમાં ચોરી, છેડતી, ગુનાખોરી અને ખાસ કરીને ડ્રગ્સનું વેચાણ અને સેવન પણ થાય છે. દિન-પ્રતિદિન ગેરકાયદે પ્રવૃતિ વધતી જાય છે. જેથી સીક્યુરીટી એજન્સી નિષ્ફળ ગઇ છે, તેવું પુરવાર થાય છે. જેથી આ એજન્સીને તાકીદે દૂર કરી એક્સ આર્મી મેનને સિક્યુરિટી તરીકે રાખવામાં આવે તો તેમને આર્થિક મદદ પણ મળી રહે અને ચોરી, છેડતી, ગુનાખોરી અને ખાસ કરીને ડ્રગ્સનું વેચાણ અને સેવન જેવી ગેરકાયદેસર પ્રવૃતિ થતી રોકી શકાય, આ માટે એક્સ આર્મી મેનને સિક્યુરિટી તરીકે રાખવાની માંગણી કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ લિ. દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ કરોડોના ખર્ચે બનાવેલ છે, પરંતુ નવાઇજનક બાબત તો એ છે કે તે તૈયાર થયાને લાંબો સમય વીતી જવા છતાં ભાજપના આંતરિક વિવાદોને કારણે તેનું લોકાપર્ણ થઇ શક્યું નથી. તૈયાર થઇ ગયેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઉદ્ધાટન કરવાનો ભાજપના સત્તાધીશોને સમય પણ મળતો નથી અને પ્રજાને તેનો લાભ મળી શકતો નથી.

Related posts

શ્રી ક્મલમ કાર્યાલય ખાતે બીજેપી એસસી મોરચા ગુજરાતની બેઠક યોજાઈ

aapnugujarat

રાજ્ય સરકારનો નવરાત્રીને લઈ મહત્વનો નિર્ણય

editor

इतिहास में पहलीबार तीन लोगों ने रथयात्रा की पहिंदविधि की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1