Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ

મે મહિનામાં ૨૦ દિવસ વીતી ગયા છે, પરંતુ થોડા દિવસોને બાદ કરતાં લોકોને આકરી ગરમીથી ઘણી રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લોકોને મળેલી આ તાત્કાલિક રાહત વચ્ચે હવામાન વિભાગે નવી સ્થિતિને લઈને મોટી ચેતવણી જારી કરી છે. ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી આકરી ગરમી પડશે. આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં ત્રણ દિવસ બાદ ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨૩ થી ૨૬ મે વચ્ચે સતત ચાર દિવસ સુધી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે.
દિલ્હી ઉપરાંત યુપીમાં પણ ૨૩ મેથી ૨૬ મે સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ૨૨ થી ૨૪ મે વચ્ચે ધૂળની ડમરીઓ માટે એલર્ટ છે, જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ૨૨ થી ૨૪ મે વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૩મી મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વની વાત કરીએ તો આ રાજ્યોમાં આગામી ૪ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ અને મેઘાલયમાં ૨૧-૨૪ મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ૨૪ મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં આજે એટલે કે ૨૧ મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દેશના મોટા ભાગમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. તાપમાનનો પારો ૪૦ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ગગડી રહ્યો છે. તાજેતરના રેપિડ એટ્રિબ્યુશન એનાલિસિસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન વર્તમાન સ્તર કરતાં ૭-૮ ડિગ્રી વધુ ગરમ થઈ શકે છે. એટલે કે ભારતના ઘણા શહેરોનું તાપમાન ૫૫ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગથી પ્રભાવિત દેશોની યાદીમાં બાંગ્લાદેશ અને થાઈલેન્ડનું નામ પણ સામેલ છે.

Related posts

कोरोना संकट से निपटने के भारत के प्रयासों को संयुक्त राष्ट्र एजेंसियों का समर्थन

editor

તણાવભરી સ્થિતિમાં ભારતે દાખવી ઉદારતા, ૧૧ પાક. કેદીઓને કર્યા આઝાદ

aapnugujarat

प्रधानमंत्री मोदी ने मध्य प्रदेश में पौने दो लाख परिवारों को करवाया गृह प्रवेश

editor

Leave a Comment

UA-96247877-1