પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ હોવાની વચ્ચે ભારતે એક સકારાત્મક પગલું ઉઠાવ્યું છે. ભારતે પાકિસ્તાનના ૧૧ કેદીઓને આઝાદ કરવાનો નિર્ણય કર્યો છે.
આ કેદીઓને સોમવારે છોડી દેવામાં આવ્યા છે.જોકે, પાકિસ્તાને આ પગલાંને આવકારવાને બદલે તેને ભારતની જવાબદારી ગણાવી દીધી. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે, પાકિસ્તાનનું કહેવું છે કે આ તમામ કેદીઓએ તેમની સજા પૂરી કરી લીધી છે અને એટલે ભારત તેમને આઝાદ કરી રહ્યું છે.આ પહેલી ભારત બે પાકિસ્તાની બાળકોને પણ આઝાદ કરી ચૂક્યું છે.
આ બંને બાળકો ૨૦૧૬માં ભૂલથી ભારતની સરહદમાં ઘૂસી આવ્યા હતા. તે પછી તેમને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યા હતા.આ બાળકો પોતાના કાકા શહઝાદ સાથે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવ્યા હતા. શહઝાદ હજુપણ કસ્ટડીમાં છે.
પાકિસ્તાન ઉચ્ચાયોગની વકીલ શિલ્પી જૈન જણાવે છે કે ગયા વર્ષે જૂલાઇમાં ૨ છોકરાઓ બાબર અલી અને અલીરઝા પોતાના મામા સાથે પાકિસ્તાનના સરહદ પાસેના એક ગામ દહિયા ખાસમાં એક લગ્નમાં આવ્યા હતા. ૧૨ જૂલાઇએ ત્રણેય રાવી નદી પાસે ફરવા નીકળ્યા અને એ દરમિયાન તેઓ ભારતની સરહદમાં ૩૦૦ મીટર સુધી અંદર ઘૂસી આવ્યા, જ્યાં બીએસએફના જવાનોએ તેમને રોક્યા અને અમૃતસર પોસીલને સોંપી દીધા.પાકિસ્તાનની જેલોમાં ૧૩૨ ભારતીય કેદીઓ બંધ છે, જેમાંથી ૫૭ કેદીઓ પોતાની સજા પૂરી કરી ચૂક્યાં છે. તે છતાંપણ તેમને આઝાદ કરવામાં આવ્યા નથી.