Aapnu Gujarat
રાષ્ટ્રીય

રી-લોન્ચ થયું નેશનલ હેરાલ્ડ; રાહુલે કહ્યું- ’સરકાર મીડિયાને ધમકાવે છે’

બેંગલુરુમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં આજે ૯ વર્ષ પછી નેશનલ હેરાલન્ડ રી-લોન્ચ કરવામાં આવ્યું છે. અહીં રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય નેશનલ હેરાલ્ડનું સ્મારક પ્રકાશન રજૂ કર્યું છે.
આંબેડકર ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને રાજ્યપાલ વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા.નેશનલ હેરાલ્ડના લોન્ચિંગ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હાલના સમયમાં જે લોકો સત્યની સાથે હોય છે તેમને એકલા પાડી દેવામાં આવે છે. રાહુલે કહ્યું કે દલિતોને મારવામાં આવી રહ્યા છે, અલ્પસંખ્યકોને પરેશા કરવામાં આવે છે અને મીડિયાને પણ ધમકાવવામાં આવે છે. આ સમયે મને આશા છે કે નેશનલ હેરાલ્ડ સત્ય વિશે લખશે.નેશનલ હેરાલ્ડને જવાહરલાલ નહેરૂએ શરૂ કર્યુ હતું. હાલ નેશનલ હેરાલ્ડમાં નાણાંકીય વ્યવહારને લઈને કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે જેમાં કોંગ્રેસના બે શિર્ષ નેતા ફંસાયા છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના કેટલાંક નેતાઓએ ટિ્‌વટ કરી આ સ્મારક એડિશન રજૂ કરવાની વાત કરી, જેનું ટાઈટલ ઈન્ડિયા એટ અક્રોસરોડ્‌સઃ ૭૦ વર્ષ આઝાદીના રાખવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાહુલ ગાંધી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને દેશમાં હાલ બેરોજગારી સૌથી મોટી સમસ્યા હોવાની વાત ઉચ્ચારી વર્તમાન સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે “ યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરી રહ્યાં છે કે તમે જે વાયદાઓ કર્યા હતા તેનું શું થયું? તેમના અગણિત વાયદાઓ, દરેક સેકન્ડે પીએમના વચનો અસ્વસ્થ કરનારા હોય છે કે જેમને બે કરોડ રોજગારી આપવાની વાત ઉચ્ચારી હતી. અત્યારસુધીના લગભગ તમામ વડાપ્રધાને દેશમાં બેરોજગારી દૂર કરવા માટે અસરકારક પગલાં લીધા છે, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં બેરોજગારી માટેનો સૌથી કપરો સમય છે.”
કોંગ્રેસના ઉપાધ્યક્ષ વધુમાં કહ્યું કે, ’ગુસ્સો અને દ્વેષભાવ રોજગારમાં બદલાતો નથી કે તેનું કોઈ સમાધાન મળતું.’ નેશનલ હેરાલ્ડને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ વર્ષ ૧૯૩૮માં શરૂ કર્યુ હતું. આ અખબારને બંધ થયાને આઠ વર્ષ બાદ ગત વર્ષે ડિજીટલ વર્ઝનમાં શરૂ કરવામાં આવ્યું છે. જયારે ૨૦ જૂનનાં રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નવી દિલ્હી ખાતે અખબારનું પ્રિન્ટ વર્ઝન પણ શરૂ કરાવશે જે સાપ્તાહિક રહેશે.
નેશનલ હેરાલ્ડ ત્યારે ચર્ચામાં આવ્યું કે જયારે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસે એસોસિએટ જર્નલ્સ લિમિટેડની સાથે મળીને લોનના નામે કરોડોનું કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ આરોપ બાદ કોર્ટની કાર્યવાહી શરૂ થઈ છે અને કોંગ્રેસના નેતાઓને ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો

Related posts

अपने पैतृक गांव में सुपुर्द-ए-खाक हुए अहमद अटेल

editor

१०० करोड़ क्लब में शामिल हुई आलिया भट्ट की ‘राजी’

aapnugujarat

बिहार में कोरोना संकट, मिले 709 नए केस

editor

Leave a Comment

UA-96247877-1