Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાઈબર ઠગોએ અપનાવ્યો નવો પેંતરો, મોબાઈલ પર મોકલી રહ્યાં છે ફેક પોલીસ નોટિસ

ડિજિટલ વર્લ્ડમાં સાઈબર ગુનેગારો અવાર નવાર નવા પેંતરા સાથે ઉતરી રહ્યાં છે. ઠગાઈની નવી નવી રીતોએ અનેક રાજ્યોની પોલીસ સામે પડાકર ઉભો કર્યો છે. સાઈબર ગુનેગારો પોલીસની ફેક નોટિસ લોકોને મોબાઈલ પર મોકલીને છેતરપિંડી આચરી રહ્યાં છે. જેમાં પોર્નોગ્રાફી અને અન્ય આપતિજનક કન્ટેન્ટ જોવાના આરોપામં કમ્પ્યુટર લોક થયાનો મેસેજ મોકલે છે. આ નોટિસને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જોઈને અસલ હોય એવું લાગે. આ નોટિસની એન્ટ્રી ત્યારે થાય છે કે જ્યારે તમે લેપટોપ કે કમ્પ્યુટર પર ઈન્ટરનેટ સર્ફિંગ કરી રહ્યા હોવ. અચાનક પોલીસ કે અન્ય સ્ટેટની પોલીસના નામે નોટિસ પોપ અપ દ્વારા કમ્પ્યુટર, લેપટોપ પર નજરે પડે છે. જેમાં લખ્યું હોય છે કે, તમારા કમ્પ્યુટરની વિન્ડો, તમામ ફાઈલો લોક કરી દેવામાં આવી છે. તમારું નામ અને એડ્રેસની ઓળખ કરવામાં આવી છે. એ પછી પેનલ્ટીના નામે ઓનલાઈન વસૂલી કરવામાં આવે છે. સાથે જ એવી પણ ચેતવણી હોય છે કે, જો તમે સમય મર્યાદાની અંદર દંડ નહીં ભરો તો તમારા ઘરે પોલીસ પહોંચશે અને ધરપકડ કરશે. બાદમાં કેસ ચાલશે.
ફેક નોટિસ પર પોલીસનો લોગો હોય છે. લખેલું હોય છે કે, તમે ભારતીય કાયદા દ્વારા પ્રતિબંધિત સામગ્રીવાળી પોર્નોગ્રાફી સાઈટો પર વારંવાર આવતા હોવાથી બ્લોક કરવામાં આવ્યા છે. તમારે લીગલ નોટિસ મુજબ રુપિયા 3000નો દંડ ભરવો પડશે. તમે કોઈ પણ સુવિધાથી આ દંડની રકમ ચૂકવી શકો છો. એ પછી નીચે સ્કેન કોડની સાથે ઓનલાઈન પેમેન્ટની એપ આધારિત અને બેંકના તમામ ઓપ્શન આપવામાં આવેલા હોય છે.

આ ફેક નોટિસમાં વોર્નિંગ મેસેજ લખેલો હોય છે. જે વાંચીને અનેક લોકોના પરસેવા છૂટી જાય છે. જેમાં લખ્યું હોય છે કે, દંડ નહીં ચૂકવો તો તમારા કમ્પ્યુટરની તમામ ફાઈલો કાયમ માટે બ્લોક કરી દેવાાં આવશે. તમારી ધરપકડ કરવા માટે પોલીસ તરત તમારા ઘરે પહોંચશે. તમારા પર કેસ પણ ચલાવવામાં આવશે. સાથે જ દંડના રુપિયા ચૂકવવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય છે.

સાઈબર ગુનેગારોની આવી હરકતોથી દિલ્હી પોલીસના સાઈબર સેલ અને હોમ મિનિસ્ટ્રીના સાઈબર ક્રાઈમ પોર્ટલે પહેલાં પણ લોકોને ચેતવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, પોલીસ દ્વારા કોઈને પણ આવા પ્રકારની નોટિસ મોકલવામાં આવતી નથી. આ લીગલ નોટિસ ફેક હોય છે. ફેક નોટિસથી લોકોને ડરાવવામાં આવી રહ્યાં છે, જેથી ઓનલાઈન રુપિયા ટ્રાન્સફર કરવા નહીં. શક્ય હોય તો પોતાના કમ્પ્યુટર અને લેપટોપને એન્ટિવાયરસથી ક્લિન કરો. જો તમારા પર આવો શંકાસ્પદ મેસેજ આવે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. અથવા તો www.cybercrime.gov.in પર ફરિયાદ પણ કરાવી શકો છો.

Related posts

એક દુર્લભ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાને જ ફટકારી નોટિસ..!

editor

राफेल जेट लेने फ्रांस जाएंगे रक्षा मंत्री राजनाथ सिंह

aapnugujarat

શ્રી જગન્નાથ મંદિરના રહસ્યમય ખજાનાની ચાવી ગાયબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1