Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શ્રી જગન્નાથ મંદિરના રહસ્યમય ખજાનાની ચાવી ગાયબ

હવે પુરીના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરના ખજાનાની ચાવી કથિત રીતે ગાયબ થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે જેના માટે પુરીના શંકરાચાર્ય અને રાજ્યમાં વિપક્ષી પાર્ટી ભાજપ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. શ્રી જગન્નાથ મંદિર પ્રબંધક કમિટીના સભ્ય રામચંદર દાસ મહાપાત્રાએ જણાવ્યું કે, ૪ એપ્રિલે કમિટીની બેઠક થઈ, જેમાં આ વાત સામે આવી છે કે, ખજાનાના અંદરના રૂમની ચાવી ગાયબ થઈ ગઈ છે. ઓડિશા હાઈકોર્ટના આદેશ પછી ૧૬ સભ્યોની એક ટીમે ૩૪ વર્ષ પછી તપાસ માટે તે રૂમમાં પ્રવેશ કર્યો, જે રૂમમાં ખજાનો રાખવામાં આવ્યો હતો.શ્રી જગન્નાથ મંદિર પ્રબંધનના એક અધિકારીએ જણાવ્યું કે, તપાસ ટીમના સભ્યોને અંદરના રૂમમાં જવાની જરૂરત નહતી, કેમ કે આ રૂમમાંથી જ અંદર જોઈ શકાતું હતું. દાસ મહાપાત્રએ જણાવ્યું કે, મંદિર પ્રશાસન કે જિલ્લા પુરી કોષાગાર પાસે પણ આ ચાવી નથી. આ વાતની ખબર બે મહિના પછી પડી છે.પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ સોમવારે આ ઘટના માટે ઓડિસા સરકારની ટીકા કરી છે. જ્યારે બીજેપીએ મુખ્યમંત્રી નવીન પટનાયકને આ ઘટનાને લઈને સ્પષ્ટીકરણ આપવાની માંગ કરી છે. શંકરાચાર્યએ કહ્યું કે, આ ઘટના જણાવે છે કે, રાજ્ય સરકાર અને મંદિર પ્રશાસન પોતાની જવાબદારીને પૂરી કરવામાં નિષ્ફળ રહ્યાં છે.રાજ્યમાં ભાજપના પ્રવક્ત પીતામ્બર આચાર્યએ પત્રકારોને જણાવ્યુ કે, મુખ્યમંત્રીને તે માટે સ્પષ્ટીકરણ આપવું જોઈએ કે, ચાવી કેવી રીતે ગાયબ થઈ અને તેના માટે કોણ જવાબદાર છે. ઓડિશા હાઈકોર્ટ ૨૦૧૬થી મંદિરમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા થઈ રહેલ મંદિરના પુનરૂદ્ધારના કામ પર નજર રાખી રહ્યાં છે.જગન્નાથ મંદિર પુરીમાં આવેલ છે અને હિન્દુઓના ચાર ધામોમાંથી એક છે. એવો દાવો કરવામાં આવે છે કે તેની વાર્ષિક આવક રૂ.૫૦ કરોડની આસપાસ છે. સાથેજ તેની કુલ સંપત્તિ રૂ.૨૫૦ કરોડની છે. આ મંદિર પર ૧૨મી સદીમાં ખજાનો લુટવા માટે ૧૮ વખત મંદિર પર હુમલો કરવામાં આવ્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ મંદિરમાં ૭ રૂમો છે જેમાંથી માત્ર ૩ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે.

Related posts

તંગદિલી ઘટી : નાથુલાના રસ્તે કૈલાશ યાત્રાને મંજુરી

aapnugujarat

दबाव की राजनीति नहीं करती बीजेपी, सब खुद ही आते हैं : शरद पवार को देवेंद्र फडणवीस का जवाब

aapnugujarat

दिसंबर तक अमित शाह बने रहेंगे बीजेपी अध्यक्ष : सूत्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1