Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ : બોગસ મતદાર મામલે ચાર ટીમોની રચના

મધ્યપ્રદેશમાં નોંધાયેલા લાખો બોગસ મતદારોને લઇને ભારે હોબાળો મચી ગયો છે. આ મામલે ચૂંટણી પંચે ગંભીર બનીને ઉંડી તપાસ શરૂ કરી દીધી છે. મળેલા હેવાલ મુજબ ચૂંટણી પંચે બોગસ મતદારોના મામલે તપાસ કરવા માટે ચાર ટીમની રચના તરત જ કરી દીધી છે.જે દિવસોના ગાળામાં જ હેવાલ સુપ્રત કરનાર છે. મધ્યપ્રદેશમાં લાખો બોગસ મતદારો હોવાના હેવાલ આવ્યા બાદ આક્ષેપાજીનો દોર શરૂ થયો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચે નોંધ લીધી છે. નારેલા, ભોજપુર, હોશંગાબાદ અને સેવોની માલવા વિધાનસબા મતવિસ્તારમાં મતદાર યાદીમાં ધ્યાન આપવા માટે બે બે સભ્યોની બનેલી ચાર ટીમની રચના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ચુકી છે. આ ટીમે આજે સવારે તેની તપાસ હાથ ધરી હતી. આ ટીમ સાતમી જુનના દિવસે તેમના હેવાલ સુપ્રત કરનાર છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા કેટલાક મતદારોની અનેક એન્ટ્રીના દાખલા સાથે ચૂંટણી પેનલને હેવાલ સોંપી દીધા બાદ ચૂંટણી પંચ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ૬૦ લાખથી વધારે બોગસ મતદારો નોંધાયેલા છે. ભાજપના ઇશારે આ કામ કરવામાં આવ્યુ છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે કહ્યુ છે કે ચૂંટણી પંચને કેટલાક નક્કર પુરાવા પણ સોંપી દેવામાં આવ્યા છે. જેમાં દર્શાવવામાં આવ્યુ છે કે યાદીમાં ૬૦ લાખ બોગસ મતદારો નોંધાયેલા છે. કમલનાથે કહ્યુ છે કે મધ્યપ્રદેશમાં વસ્તી તો ૨૪ ટકા વધી છે જ્યારે મતદારોની સંખ્યા ૪૦ ટકા સુધી વધી ગઇ છે તે બાબત તો કોઇને સમજાય તેમ નથી. પાર્ટીએ મતદાર યાદીમાંથી તમામ બનાવટી એન્ટ્રીને દુર કરવા માટેની પણ રજૂઆત કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ દ્વારા જોરદારરીતે રજૂઆત કરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચે બોગસ મતદારોના મામલામાં તપાસનો આદેશ આપી દીધો છે. બનાવટી વોટરના સંદર્ભમાં પુરાવા પણ સોંપવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા કોંગ્રેસ તરફથી જોરદાર માંગણી કરવામાં આવી ચુકી છે. મધ્યપ્રદેશમાં આ વર્ષે જ ૨૩૦ વિધાનસભાની બેઠકો માટે મતદાન યોજાનાર છે.
ચૂંટણી પંચ દ્વારા જે ટીમોની રચના કરવામાં આવી છે તે ટીમોને જરૂરી જવાબદારી સોંપી દેવામાં આવી છે. ચૂંટણી પંચે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કોઇપણ પ્રકારના પક્ષપાતને ચલાવી લેવામાં આવશે નહીં. કોંગ્રેસના આક્ષેપોમાં ઉંડી તપાસ કરવામાં આવશે. જે ચાર ટીમો રચવામાં આવી છે તે પૈકી દરેકમાં બે બે સભ્યો રાખવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટિના મિડિયા સેલના વડા માનક અગ્રવાલનું કહેવું છે કે, મધ્યપ્રદેશમાં તમામ મતવિસ્તારમાં બનાવટી મતદારો મળી આવ્યા છે. કુલ મતદારો પૈકીના ૧૨ ટકાની આસપાસ બોગસ મતદારો છે. તેમના નામ જિલ્લા કલેક્ટરોની મદદથી ઉમેરવામાં આવ્યા છે. ૨૦૧૩માં સાત ટકા મતથી કોંગ્રેસની હાર થઇ હતી.

Related posts

ભ્રષ્ટ અધિકારીઓ ઉપર થશે ‘મોદી પ્રહાર’, વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તૈયાર કરશે ડોઝિયર

aapnugujarat

ભારતનાં ત્રણ રાજ્યોમાં અપાયું હાઈ એલર્ટ

aapnugujarat

कश्मीर में शांति लाना अब बेहद चुनौतीपूर्ण : शरद यादव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1