Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતનાં ત્રણ રાજ્યોમાં અપાયું હાઈ એલર્ટ

પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીને વાયુસેનાએ ઘૂળ ચટાવી છે એ પછી ૭૨ કલાક સુધી દિલ્હી અને મુંબઇ સહિત ભારતના ૫ શહેરોને હાઈ એલર્ટ, મૂકવામાં આવ્યાં છે. તેમાંથી કમ સે કમ ત્રણ શહેર પાકિસ્તાનના સરહદના રાજ્ય પંજાબ, રાજસ્થાન, અને ગુજરાત છે.જો સૂત્રોનું કહેવું માનીએ તો અતેયારે સીધું પાકિસ્તાની સેનાથી દેશને નુકશાન થવાનો મોટો ખતરો નથી પરંતુ કાશ્મીર ઘાટીમાં સક્રિય આઇએસઆઇ સમર્થિત આતંકી મોડ્યુલ દેશમાં અપ્રિય ઘટનાઓને અંજામ આપી શકે છે. તો વળી ગુજરાતમાં પણ ભારે માત્રામાં સૈનિકોને ખડકી દેવામાં આવ્યાં છે.
અત્યારે અધિકારીઓ એવું માની રહ્યાં છે કે પાકિસ્તાની સેનાથી સીધો કોઇ ખતરો નથી. તેમણે કહ્યું કે સ્લીપર સેલ્સ અને કાશ્મીરમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદના કેડરમાંથી હાલ ખતરો વધુ છે. તેમણે કહ્યું કે તાજેતરમાં હુમલાને જોતા કાશ્મીર પર ખાસ કરીને ધ્યાન અપાઇ રહ્યું છે.
હાઇએલર્ટ પર રખાયેલા શહેરોને એલર્ટ રહેવાનો મૌખિક નિર્દેશ આપ્યો છે. એવું પણ સુત્રોનુ કહેવું છે. તેમને કોઇપણ પ્રકારનો વ્રાઈટિંગમાં એલર્ટ અપાયો નથી. સરહદ પ્રાંત પંજાબના પાંચ જિલ્લા ગુરુદાસપુર, તરનતારન, અમૃતસર, ફિરોઝપુર અને ફાઝિલ્કા પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે. તેને ધ્યાનમાં રાખીને આકસ્મિક યોજના માટે તૈયાર રાખવાનો નિર્દેશ અપાયો છે.
તો વળી બીજા રાજ્યોની વાત કરીએ તો પંજાબ સિવાય રાજસ્થાન પણ પાકિસ્તાનની સરહદે આવેલ રાજ્ય છે. આ રાજ્યની અંદાજે ૧૦૪૮ કિલોમીટર લાંબી સીમારેખા પાકિસ્તાનથી લાગે છે. એવામાં અહીં એપ્રિલ સુધી સાંજે ૬ થી ૭ની વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદથી ૫ કિલોમીટરના દાયરામાં નાગરિકોના મુવમેન્ટ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ગુજરાતમાં પણ પ્રશાસન દરેક પ્રકારની વિપરિત પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારીમાં લાગી ગયું છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખતા રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ગુપ્ત બ્યુરો અને સરહદવર્તી વિસ્તારોના આઇજી અને ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે.

Related posts

કુરૂક્ષેત્રમાંથી મોદીએ ૨૦૧૯ની ચૂંટણીનું ફુંક્યુ બ્યુગલ

aapnugujarat

સીઆરપીએફના ૭,૦૦૦ જવાનો બસ્તરમાં ગોઠવાશે

aapnugujarat

સુનંદા મોત કેસ : ૫ જૂને મહત્વનો આદેશ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1