Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેરળના મલપ્પુરમમાં હાઉસબોટ પલટી જવાથી 15નાં મોત

કેરળના મલપ્પુરમ્ જિલ્લાના તાનુર વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ઓટ્ટુમ્પુરમ્ પાસે આવેલા એક હાઉસબોટ ડૂબી ગઈ હતી. તેના કારણે બોટમાં સવાર બાળકો સહિત 15 લોકોના મોત થયા છે. આ અંગે કેરળના મંત્રી વી. અબ્દુરર્હિમનને માહિતી આપી હતી. જ્યારે પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, દુર્ઘટના સ્થળ પરથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બોટ પર લગભગ 25 લોકો સવાર હતા. આમાંથી 10 લોકોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના સાંજે 7 વાગ્યાની આસપાસ ઘટી હતી.
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, અનેક એમ્બુલન્સ, ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્વયંસેવક કાર્યકર્તાઓ સાથે મળીને અત્યારે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે, આ ઘટના કઈ રીતે બની તે અંગેનું કારણ હજી જાણવા નથી મળ્યું પણ ડૂબી ગયેલી બોટને કિનારા સુધી લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત પણ કરી હતી. PMO ઇન્ડિયાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી દુઃખી છું. મૃતકના પરિવારો સાથે મારી સંવેદના છે. PMNRFમાંથી 2 લાખ રૂપિયાનું વળતર પ્રત્યેક મૃતકના પરિવારજનોને આપવામાં આવશે.

કેરળના પ્રવાસન મંત્રી પી. એ. મોહમ્મદ રિયાસ સાથે બચાવ અભિયાનમાં કેરળના રમતગમત મંત્રી વી. અબ્દુરહિમન કો-ઓર્ડિનેશન કરી રહ્યા છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે. જોકે, આમાંથી મોટા ભાગના બાળકો હતા, જે સ્કૂલની રજાઓ વચ્ચે સવારી માટે આવ્યા હતા. આ દુર્ઘટના રવિવારે સાંજે 7 વાગ્યે મલપ્પુરમના ઓટ્ટુમપરુમના થુવલથીરમમાં થઈ હતી. હજી મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. જ્યારે અત્યાર સુધી એક મહિલા અને 10 વર્ષની એક બાળકીની ઓળખ થઈ છે. બીજી તરફ અન્ય મૃતકોની અત્યાર સુધી ઓળખ નથી થઈ.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમ જ તેમણે મલપ્પુરમ્ જિલ્લા કલેક્ટરને ઈમરજન્સી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવા નિર્દેશ આપ્યો છે. તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, ફાયર અને પોલીસના કર્મચારી, મહેસુલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમ જ જિલ્લાના તનૂર અને તિરૂર વિસ્તારના સ્થાનિક લોકો અત્યારે બચાવ કામગીરી કરી રહ્યા છે.

Related posts

પત્નીએ સેક્સ માટે ના પાડતા પતિએ પત્ની સાથે બે બાળકોને આગ ચાંપી

aapnugujarat

કોંગ્રેસ-બસપ નજીક આવતા ભાજપની ઉંઘ હરામ

aapnugujarat

છત્તીસગઢમાં ૮ નક્સલી ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1