Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉનાળામાં મોનસૂનની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, કમોસમી વરસાદની અસર ચોમાસા પર થઈ શકે

અત્યારે ઉનાળાની ઋતુમાં વરસાદી ઝાપટા પડતા કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે છે. પરંતુ આની માઠી અસર આગામી સમયે મોનસૂન પર પડી શકે છે. હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું કે આ વર્ષે પ્રિમોનસૂન સિઝનથી ભારતમાં દક્ષિણ-પશ્ચિમ વરસાદની પ્રોગ્રેસ પર અસર થઈ શકે છે. જો ઉનાળા દરમિયાન ભારત દેશનો ભૂમિભાગ ઠંડો પડી જાય છે તો આની સીધી અસર વરસાદ પર પડે છે. આ વર્ષે પણ કઈક આમ જ થયું છે જમીન અને સમુદ્ર વચ્ચેના તાપમાનમાં ફેરફારના કારણે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનમાં વિલંબ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જૂનની આસપાસ કેરલમાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે. હવે આ વર્ષે શું થશે એના પર સસ્પેન્સ યથાવત છે.
અત્યારે પ્રિમોનસૂન પિરિયડ ચાલી રહ્યો છે તે ચોમાસાની સિઝન પર માઠી અસર પાડી શકે છે. માર્ચથી મેની વચ્ચે જો આ પ્રમાણે ઠંડક પ્રસરેલી રહી તો એની સીધી અસર મોનસૂન પર થશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત અને પ્રગતિ વિવિધ પરિબળોથી પ્રભાવિત થાય છે.

જેમાં દરિયાની સપાટીનું તાપમાન, જમીનની સપાટીનું તાપમાન અને વાતાવરણીય પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. ભારતમાં ચોમાસાની શરૂઆત અને પ્રગતિની આગાહી કરવા માટેના આ કેટલાક પરિમાણો છે, જેમાંથી લેન્ડસર્ફેસ તાપમાન પણ એક છે.
ડો. રાજીવને જણાવ્યું હતું કે ભારતમાં વરસાદ પૂર્વેનો સમયગાળો અને માર્ચથી મે દરમિયાન આ વર્ષે અત્યાર સુધી સંબંધિત જમીનની ઠંડક દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત અને પ્રગતિમાં વિલંબ કરી શકે છે. જોકે, આ ચોમાસાની સિઝન પર અસર કરી શકશે નહીં. સામાન્ય કરતાં વધુ ગરમ તાપમાન રહે ઉનાળા દરમિયાન તો ચોમાસુ જલદી આવી શકે છે. આ પ્રમાણે પ્રી-મોનસૂન તાપમાનની અસર ચોમાસાનાં પ્રારંભ અને મજબૂત પ્રગતિ તરફ દોરી જાય છે.

ભારતે આ એપ્રિલમાં તાપમાનમાં અસામાન્ય ઘટાડો અનુભવ્યો હતો. જ્યારે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો દેશમાં 2020 પછી સૌથી ઠંડુ અને ભેજવાળુ વાતાવરણ આ ઉનાળામાં અનુભવાયું છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆતમાં આની અસર થઈ શકે છે. ભારત હવામાન વિભાગ (નવી દિલ્હી)ના એન્વાયર્નમેન્ટ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના હેડ, ડીએસ પાઈએ પણ જણાવ્યું હતું કે, “ભારતમાં ચોમાસાની શરૂઆત અને પ્રોગ્રેસ જમીન અને સમુદ્ર વચ્ચેના તાપમાનના તફાવત સહિત વિવિધ પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે.

Related posts

૭ દિવસમાં માત્ર ૧૨ કલાક ચાલી સંસદ : ૫૪ કરોડ રૂપિયા બરબાદ

editor

પોસ્ટ ઓફિસ બચત ખાતા ધારકો મેથી ડિજિટલ બેંકિંગ સાથે જોડાશે

aapnugujarat

अजीत जोगी की जाति को लेकर सियासी संग्राम शुरू, चर्चा से कतरा रहे भाजपा-कांग्रेस के नेता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1