Aapnu Gujarat
બિઝનેસ

અદાણી ગ્રુપે 1,485 કરોડ રૂપિયામાં કરાઈકલ પોર્ટને ખરીદ્યો

અબજપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી (Gautam Adani)ના હાથમાં વધુ એક પોર્ટ આવી ગયો છે. અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ અને સ્પેશયલ ઈકોનોમિક ઝોન (APSEZ)એ કરાઈકલ પોર્ટને 1,485 કરોડ રૂપિયામાં હસ્તગત કર્યો છે. કંપનીનું કહેવું છે કે, એનસીએલટી તરફથી મંજૂરી મળ્યા બાદ તેણે આ ડીલ પૂરી કર છે. કરાઈકલ પોર્ટ પુડુચેરીમાં સ્થિત ઓલ-વેધર ડીપ વોટર પોર્ટ છે. તેમાં પાંચ ફંક્શનલ બર્થ, ત્રણ રેલવે સાઈડિંગ્સ, 600 હેક્ટરથી વધુ જમીન અને 2.15 કરોડ મેટ્રિક ટન કાર્ગો હેન્ડિંગ કરવાની કેપેસિટી છે. તે સાથે જ અદાણી ગ્રુપની પાસે પોર્ટસની સંખ્યા 14એ પહોંચી ગઈ છે. ગ્રુપે ઈનસોલ્વન્સી પ્રોસેસ દ્વારા કરાઈકલ પોર્ટને ખરીદ્યો છે. તેના માટે વેદાંતા લિમિટેડ, જેએસડબલ્યુ ઈન્ફ્રા, જિંદાલ પાવર અને આરકેજી ફંડ તથા સેગેસિયસ કેપિટલના એક કન્સોર્ટિયમે પણ રસ બતાવ્યો હતો.

અદાણી પોર્ટના સીઈઓ કરણ અદાણીએ કહ્યું કે, કરાઈકલ પોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપની પાસે દેશભરમાં 14 પોર્ટ થઈ ગયા છે. આ પોર્ટ તમિળનાડુના ઈન્ડસ્ટ્રીયલ સેન્ટર્સની પાસે છે. તેની પાસે જ એક મોટી રિફાઈનરી પણ બની રહી છે. કરણ અદાણીએ કહ્યું કે, પોર્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે કંપની 850 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જેના કારણે, કસ્ટમર્સ માટે લોજિસ્ટિક કોસ્ટમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે, અમે આગામી પાંચ વર્ષમાં તેની કેપેસિટી બેગણી કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ. સાથે જ તેમાં એક કન્ટેનર ટર્મનિલ પણ જોડીને તેને મલ્ટીપર્પઝ પોર્ટ બનાવાશે.

કરાઈકલ પોર્ટ 2009માં તૈયાર કરાયો હતો. તે તમિળનાડુના પાટનગર ચેન્નઈથી લગભગ 300 કિમી દક્ષિણમાં આવેલો છે. તે ચેન્નઈ અને તૂતીકોરિનની વચ્ચે આવેલો એકમાત્ર મોટો પોર્ટ છે અને તમિળનાડુના મધ્ય વિસ્તારોમાં સ્થિત ઈન્ડસ્ટ્રીઝની તેના સુધી પહોંચ સરળ છે. હિન્ડનબર્ગ રિસર્ચના ગત 24 જાન્યુઆરીએ આવેલા રિપોર્ટના કારણે અદાણી ગ્રુપને ઘણા પ્રોજેક્ટ્સ છોડવા પડ્યા છે. ગ્રુપ હવે વિસ્તરણને બદલે દેવું ઓછું કરવા પર ભાર આપી રહ્યું છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર શેર્સની કિંમતમાં છેડછાડનો આરોપ લગાવાયો હતો. જોકે, ગ્રુપે તે આરોપોને ફગાવી દીધા છે. પરંતુ તેના કારણે ગ્રુપના શેર્સના ભાવમાં એક મહિના કરતા વધુ સમય સુધી ઘટાડો આવ્યો.
આ દરમિયાન ઓડિશાના ધામરા પોર્ટ પર અદાણી ગ્રુપના એલએનજી ટર્મિનલ પર પહેલો કાર્ગો પહોંચી ચૂક્યો છે. 6,000 કરોડ રૂપિયાની આ ફેસિલિટીને અદાણી ગ્રુપ અને ફ્રેન્ચ કંપની ટોટલએનર્જીએ મળીને બનાવી છે. કતરની શિપ મિલાહા રાસ લફાનએ એક એપ્રિલની સવારે ધામરા પોર્ટ પર લંગર નાખ્યું. તેમાં 2.6 લાખ કરોડ બીટીયુ નેચરલ ગેસ એલએનજીના રૂપમાં ભરેલો છે. ધામરા પૂર્વ ભારતનું એકમાત્ર એનએનજી ઈમ્પોર્ટ ટર્મનિલ છે. દેશના પાંચ આવા ટર્મિનલ પશ્ચિમી કિનારે છે. તેમાંથી ત્રણ ગુજરાતમાં, એક મહારાષ્ટ્ર અને એક કેરળમાં છે.

Related posts

FPI દ્વારા જુલાઈ માસમાં ૧૫,૦૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

भारत में एंट्री की तैयारी में दुनिया के ५० मिड-लेवल रिटेलर्स

aapnugujarat

બજારમાં ફરી ગાબડું : સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1