Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલા માવલી વિસ્તાર નજીક એક નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ બાળકીના મૃતદેહના 10 ટુકડા કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચીને પોલીસે મૃતદેહના ટુકડાને એકત્ર કર્યા હતા અને ટુકડાઓને હોસ્પિટલ પહોંચડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યુ હતુ કે, ઉદયપુર જિલ્લાના ગામમાં રહેનારી એક નવ વર્ષની આદિવાસી સમાજની બાળકીની 29 માર્ચે તેના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ બાળકીના મૃતદેહના ટુકડા મળી આવ્યા છે. હાલ પોલીસે કમલેશ નામના આરોપીને ઝડપી પાડ્યો છે.

ઉદયપુર જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ સમગ્ર મામલે જણાવ્યુ હતુ કે, શનિવારે 9 વર્ષીય બાળકીના મૃતદેહને કાપીને ઘરની દુર આવેલા એક ખંડેર હાલતના મકાનમાં ફેંકી દેવામાં આવ્યા હતા આ બાળકીની ગુમ થયાની ફરિયાદ 29 માર્ચના દિવસે નોંધાવવામાં આવી હતી.પોલીસ ગ્રામજનોની મદદથી બાળકીની તપાસ કરી રહી હતી.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે, બાળકીના ઘરની પડોશમાં રહેનારા આરોપી કમલેશે જ બાળકીનું અપહરણ કર્યુ હતુ અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. દુષ્કર્મ કર્યા બાદ આરોપી કમલેશે બાળકીની હત્યા કરી દીધી હતી. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને પોલીસ હાલ આરોપી કમલેશની પ્રાથમિક પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપી કમલેશે બાળકી પર દુષ્કર્મ તેના ઘરમાં કર્યુ હતુ અને ત્યારબાદ તેને હત્યા કરી દીધી હતી. દુષ્કર્મ કર્યા બાદ બાળકીના મૃતદેહની કોઈને જાણ ન થાય તે માટે કમલેશે બાળકીના મૃતદેહના ટુકડા કરી દીધા હતા અને ટુકડાને ખંડેર મકાનમાં ફેંકી દીધા હતા. હાલ તો પોલીસે બાળકીના મૃતદેહના ટુકડાને હૉસ્પિટલ મોકલી આપ્યા હતા.

Related posts

रायबरेली में आकाशीय बिजली गिरने से दो की मौत

aapnugujarat

लालू प्रसाद यादव की ज़मानत याचिका झारखंड हाईकोर्ट में खारिज

editor

વાયુસેનાને ૧૨૬ વિમાનોની જરૂર હતી તો ૩૬ જ કેમ ખરીદ્યા?ઃ ચિદમ્બરમ્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1