Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેટલાક પક્ષોએ ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરૂ કર્યું છેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં ભાજપના નવા કેન્દ્રીય કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત સમગ્ર વિપક્ષી પાર્ટીઓને એક સાથે નિશાને લીધા. પીએમ મોદીએ કહ્યું કે, ‘જે લોકો ભ્રષ્ટાચારમાં રચ્યા-પચ્યા છે, તેમના પર જ્યારે એજન્સીઓ કાર્યવાહી કરે છે, તો એજન્સીઓને નિશાને લેવાય છે. જ્યારે કોર્ટ કોઈ ચુકાદો આપે છે તો કોર્ટ સામે સવાલ ઉઠાવાય છે. કેટલા પક્ષોએ મળીને ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરૂ કર્યું છે.’ પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે ભાજપ આવે છે, ત્યારે ભ્રષ્ટાચાર ભાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘PMLA અંતર્ગત કોંગ્રેસની સરકાર (2004-2014)માં 5000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ. આ એક્ટ અંતર્ગત ભાજપે છેલ્લા 9 વર્ષોમાં 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ જપ્ત કરી છે.’
પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાસન દરમિયાન બેંકોને લૂંટવામાં આવી. તેમના આરોપોથી દેશ રોકાવાનો નથી. પીએમ મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસે ભાજપને સાફ કરવા માટે ઘણા ષડયંત્રો કર્યા. મને પણ જેલમાં પૂરવા માટે જાળ બિછાવી, પરંતુ તે લોકો નિષ્ફળ રહ્યા. આજે હું જ્યાં પણ જાઉં છું તો લોકો કહે છે કે, મોદીજી રોકાતા નહીં. ભ્રષ્ટાચારી સામે કાર્યવાહીથી લોકો ખુશ છે. ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીથી કેટલાક લોકો નારાજ છે.’

પીએમ મોદીએ કહ્યું કે, ‘ભાજપે રાજનીતિનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. ભાજપ એક વ્યવસ્થા છે, ભાજપ એક વિચાર છે, ભાજપ આંદોલન છે. ભાજપને જાણવા માટે તેના સ્વભાવને પણ સમજવો જરૂરી છે. ભાજપને હાલમાં વિદેશી શક્તિઓ સામે લડવાનું છે. દેશ વિરોધી શક્તિઓનો પણ સામનો કરવાનો છે. ભાજપે દેશ વિરોધી શક્તિઓની ઈકો સિસ્ટમ સામે લડવાનું છે.’

પીએમ મોદીએ કહ્યું કે, ‘ભાજપનો જન્મ સમાચાર પત્રો, ટીવી સ્ક્રીન અને યુટ્યૂબ ચેનલોથી નથી થયો. ભાજપના કાર્યકર્તાઓએ જમીન પર કામ કર્યું છે. ભાજપના કાર્યકર્તાઓની તપસ્યા અને ત્યાગથી આજે પાર્ટી આટલી મોટી બની છે. લોકોના સપના ભાજપના કાર્યકર્તાઓ માટે ડ્રાઈવિંગ ફોર્સ છે.’

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ફેમિલી રન પાર્ટીઓ વચ્ચે ભાજપ એક એવો પક્ષ છે, જે યુવાનોને આગળ આવવાની તક આપે છે. આજે ભારતની માતાઓ-બહેનોના આશીર્વાદ ભાજપની સાથે છે.’ પીએમ મોદીએ કહ્યું કે, ‘ભાજપ માત્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી નથી, પરંતુ સૌથી ફ્યુચરિસ્ટિક પાર્ટી છે.’

Related posts

કાનપુરમાં ૧૦ હજાર દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

Uttarakhand rains : Cloud burst in Uttarkashi, 17 died

aapnugujarat

બાબરી ધ્વંસ કેસમાં અડવાણી, જોશી અને ઉમાને અંગત હાજરીથી મુક્તિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1