Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભીમ એપના ઉપયોગ પર વધુ કેશબેક મળે તેવી શક્યતા

૧૫મી ઓગસ્ટથી ભીમ એપના ઉપયોગ ઉપર વધારે કેશબેક મળવાની શક્યતા દેખાઈ રહી છે. કોઇપણ ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરવાની સ્થિતિમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ભીમથી વધુ રાહત મળી શકે છે. ટ્રાન્ઝેક્શન માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા ભીમ એપનો ઉપયોગ કરવામાં આવે છે તો સ્વતંત્રતા દિવસના પ્રસંગે વધુ કેશબેક મળી શકે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલા ભીમ એપ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાનહ આપવા માટે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આની શરૂઆત કરી હતી. એનપીસીઆઈના એમડી અને સીઈઓ એપી હોટાએ માહિતી આપતા કહ્યું છે કે, ભીમ એપના ઉપયોગથી કેશબેકને પ્રોત્સાહન આપવામાં આવશે.સ્વતંત્રતા દિવસથી આને લાગૂ કરાશે. હાલમાં કેશબેક ૧૦ રૂપિયાથી ૨૫ રૂપિયા છે. નોટબંધી બાદ સરકારે કેશબેક પહેલ માટે ૪૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા. ૧૪મી એપ્રિલના દિવસે આંબેડકરના જન્મ દિવસે આની શરૂઆત કરાઈ હતી. એક કરોડ લોકો સુધી નેટવર્ક છે.

Related posts

ઝારખંડમાં ધુમ્મસ વચ્ચે અકસ્માત : આઠનાં મોત

aapnugujarat

ઇઝરાયેલ ત્રાસવાદ સામેના જંગમાં ભારતની સાથે રહેશે

aapnugujarat

ચૂંટણી ઢંઢેરા માટે ભાજપ ૧૦ કરોડના મત મેળવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1