Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં મકોકા જેવો કાયદો લાવવાની વિચારણા

યોગી આદિત્યનાથની સરકાર પ્રદેશમાં અપરાધ પર અંકુશ મુકવા માટે મહારાષ્ટ્રના મકોકાની જેમ જ ઉત્તરપ્રદેશ કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઈમ એક્ટ એટલે યુપીકોકા ઉપર વિચારણા કરી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, પ્રદેશમાં સંગઠિત અપરાધ પર અંકુશ મુકવા માટે મુખ્યમંત્રી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આના પરિણામ સ્વરુપે સારા પરિણામ મળે તેવી શક્યતા છે. અધિકારીએ કહ્યું છે કે, યોગી આદિત્યનાથ પહેલા માયાવતી પણ આ પ્રકારના પ્રયાસો કરી ચુક્યા છે પરંતુ સફળતા મળી ન હતી. રાજ્ય સરકાર આની સાથે જોડાયેલા બિલ બંને ગૃહમાં રજૂ કરી શકે છે. બંને ગૃહોમાં બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. કુખ્યાત અપરાધીઓ માટે જાણિતા ગોરખપુરથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, અન્ડરવર્લ્ડ અને રાજનેતાઓ વચ્ચે રહેલી સાંઠગાંઠનો પર્દાફાશ કરવા માટે યુપીકોકા જેવા કાયદા ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. આને લઇને ગુંડા તત્વોનો અંત લાવવામાં આવશે. વર્ષ ૨૦૦૭માં અપરાધીઓ ઉપર અંકુશ મુકવા માટે પ્રથમ વખત માયાવતીએ યુપીકોકાની શરૂઆત કરી હતી. એ વખતે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી પરંતુ યુપીએ દ્વારા તેને મંજુરી આપવામાં આવી ન હતી. આગામી દિવસોમાં યોગી સરકાર આ દિશામાં સક્રિયરીતે આગળ વધીને યુપીકોકાને આખરી ઓપ આપે તેવી શક્યતા છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકાર આવ્યા બાદથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે છેલ્લા ઘણા દિવસથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરુપે હવે કઠોર યુપીકોકા કાયદા લાવવાની પણ ગણતરી ચાલી રહી છે.

Related posts

J&K में पाबंदियों पर एक सप्ताह के भीतर समीक्षा करे सरकार : सुप्रीम

aapnugujarat

कीमतों में बड़ी गिरावट से प्याज के किसानों में गुस्सा

aapnugujarat

नीरव मोदी ने जमानत के लिए ब्रिटेन के हाई कोर्ट में दायर की याचिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1