Aapnu Gujarat
ગુજરાત

આસારામના ફોટાની આરતી ઉતારવા બદલ 6 શિક્ષકોની કચ્છમાં કરાઈ બદલી

ગાંધીનગર અને જોધપુરની કોર્ટો દ્વારા બળાત્કારના મામલે આસારામ બાપુને દોષિત સાબિત કર્યા છે. ત્યારે તેના ફોટાની આરતી ઉતરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિસાગર જિલ્લામાંથી બે આચાર્ય સહિત છ શિક્ષકો ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જે બાદ તેઓની કચ્છ જિલ્લામાં બદલી કરી દેવામાં આવી હતી. જો કે, આ ઘટના 14 ફેબ્રુઆરી એટલે કે ગયા વેલેન્ટાઈન ડેના રોજ બની હતી. જિલ્લાના લુણાવાડા તાલુકાના જામપગીના મુવાડા પ્રાથમિક સ્કૂલમાં 14 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની હતી. જો કે, બે દિવસ બાદ ઘટનાના ફોટોગ્રાફ્સ સામે આવ્યા હતા. એ પછી આ મુદ્દે લોકોનું ધ્યાન ગયું હતું.
આસારામના સૂચન મુજબ, વેલેન્ટાઈન ડે માતૃ-પિતા પૂજન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. આસારામના ભક્તો હજુ પણ 14 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતા પૂજન દિવસ તરીકે ઉજવે છે અને યુવાઓને પોતાના માતા-પિતાની પૂજા કરવી જોઈએ એવો સંદેશ આપે છે. એક ખુરશી પર આસારામની તસવીર બીજી ખુરશી પર અન્ય ભગવાનની તસવીર રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકત્ર થયા હતા. સામે આવેલા એક ફોટોગ્રાફમાં દેખાય છે કે એક શિક્ષક આ ફોટાઓની આરતી ઉતારી રહ્યાં છે.

આ ઘટના સામે આવ્યા બાદ દિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયુ હતુ અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે પણ વડોદરામાં કહ્યું કે, આ કાર્યક્રમ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ગયા ગુરુવારના રોજ પાંચ શિક્ષકો સહિત સ્કૂલના આચાર્ય કે જેઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેઓની કચ્છમાં બદલી કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી કેડી લાખાણીએ જણાવ્યું કે, નજીકની એક સ્કૂલના આચાર્ય કે જેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમની બદલી કચ્છમાં કરી દેવામાં આવી છે. હવે કચ્છમાં શિક્ષકો સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. પ્રારંભિક પૂછપરછની વિગતો વધુ પૂછપરછ માટે આપવામાં આવશે.

Related posts

પ્રત્યેક વિદ્યાર્થી શ્રેષ્ઠ નાગરિક બને તેવા પ્રયાસો હાથ ધરવા નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાની હિમાયત

aapnugujarat

ઈડીએ અહેમદ પટેલની ચોથી વખત પૂછપરછ કરી

editor

જેતલપુર ખાતે અટલજીની શોકસભા યોજાઈ…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1