Aapnu Gujarat
ગુજરાત

AMC : ટેક્સ ભરવાનો બાકી હોય તેને ૧૦૦ ટકા વ્યાજમાંથી માફી અપાશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્સ ધારકોને મોટી રાહત આપી છે. જે લોકોને ટેક્સ ભરવાનો બાકી હોય તેને અમદાવાદ કોર્પોરેશન ૧૦૦ ટકા વ્યાજમાંથી માફી આપશે. આ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૦૧-૦૨ ટેક્સમાં ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવી હતી. હવે કોર્પોરેશનના આ નિર્ણયથી અમદાવાદમાં રહેતા લાખો લોકોને રાહત મળવાની છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જે લોકોને ટેક્સ ભરવાનો બાકી છે તેમને ૧૦૦ ટકા વ્યાજમાફી આપવામાં આવશે. એટલે કે જે લોકોએ ટેક્સની રકમ ભરી નથી અને વ્યાજ સાથે આ રકમમાં વધારો થઈ ગયો છે તો તેવા લોકોને રાહત મળશે. આ લોકોએ હવે ખાલી ટેક્સના પૈસા ભરવા પડશે. અમદાવાદ કોર્પોરેશનમાં ટેક્સ વિભાગમાં ૩ હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી છે. ટેક્સ ઉપર વ્યાજનો હિસાબ કરવામાં આવે તો ૧૩૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ બાકી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વ્યાજ માફીની જાહેરાત ૪૫ દિવસ સુધી લાગૂ રહેશે. આ સ્કીમ આવતીકાલ એટલે કે બુધવાર (૧૫ ફેબ્રુઆરી) થી લાગૂ કરાશે. આ સ્કીમ લાગૂ થયાના ૪૫ દિવસ સુધીમાં જે લોકોનો ટેક્સ બાકી છે અને તે ચુકવણી કરશે તો તેણે વ્યાજના પૈસા ભરવા પડશે નહીં.
બીજી તરફ ટેક્સ ન ભરનાર સામે અમદાવાદ કોર્પોરેશને લાલ આંખ કરી છે. ટેક્સ ન ભરનારા ૨૩૫૮ એકમોને છેલ્લા એક સપ્તાહમાં સીલ કરવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં સૌથી વધુ ૫૭૭ એકમોને સીલ કરવામાં આવ્યા છે.
વર્ષ દરમિયાન અમદાવાદ કોર્પોરેશને ૧૬૩૩૩ એકમોને સીલ કર્યાં છે. અમદાવાદ કોર્પોરેશને દરેક ઝોનને ટેક્સ ન ભરનારા એકમો સામે કાર્યવાહી કરવાનો ટાર્ગેટ આપ્યો છે.

Related posts

બાવળા સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળાએ આકર્ષણ જમાવ્યું

aapnugujarat

ગુજરાત વિધાનસભાનું સત્ર સપ્ટેમ્બર માસના અંતિમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતા

editor

નર્મદા જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો થનારો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1