Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો થનારો પ્રારંભ

 નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી. બારીયાની દેખરેખ હેઠળ નર્મદા જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા તા. ૮ મી થી તા. ૧૦ જૂન, ૨૦૧૭ દરમિયાન નર્મદા જિલાના ગ્રામ્ય વિસ્તારની ૬૯૦ પ્રાથમિક શાળાઓ, ૪૫ આશ્રમશાળાઓ, ૨ કેજીવીબી અને ૨ મોડેલ સ્કુલ સહિત કુલ- ૭૩૮ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં હાથ ધરાનારા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સુચારૂં આયોજન પૂર્ણ કરીને આ ઉજવણી દરમિયાનની તમામ પ્રકારની કામગીરી-વ્યવસ્થાની સુક્ષ્માતિસુ્ક્ષ્મ બાબતોને ખાસ લક્ષ આપીને તેને આખરી ઓપ અપાયો છે.

નર્મદા જિલ્લામાં આજથી ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં (તા. ૨૨ થી ૨૪ મી જૂન, ૨૦૧૭) દરમિયાન હાથ ધરાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધો-૧ માં ૮૨૧૩ અને આંગણવાડીમાં ૩૯૩૫ ભૂલકાંઓને શાળાપ્રવેશ અપાશે. જ્યારે ધો-૧ માં પ્રવેશ મેળવનાર ૨૨૯૮ જેટલી કન્યાઓને રૂા. ૨૦૦૦/- લેખે કુલ- રૂા. ૪૪.૯૦ લાખની રકમના વિદ્યાલક્ષ્મી બોન્ડ પણ એનાયત કરી કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરાશે. તદ્ઉપરાંત ધો-૯ માં પ્રવેશ મેળવનાર ૩૬૦૦ જેટલી કન્યાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ કરી કન્યાઓને પણ પ્રોત્સાહિત કરાશે.

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા, એડીશનલ ડી.જી.પી.શ્રી તિર્થરાજ, વન સંરક્ષકશ્રી સી.કે. સોનવણે, શ્રી ડી.ટી. વસાવડા, ડૉ. એચ. આર. પ્રબુધ્ધ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવશ્રી ડૉ. ધનંજય દ્વિવેદી, નાયબ વન સંરક્ષક શ્રીમતી રાજ સંદીપ, નાયબ વન સંરક્ષક સુશ્રી નીશા રાજ, મદદનીશ વન સંક્ષકશ્રી સાદીક મુજાવર, ગૌણ સેવા પસંદગી સમિતિના નાયબ સચિવશ્રી આર.જે. સોલંકી, સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવશ્રી સપના વી. રણા, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના લીગલ ઓફિસરશ્રી એ.એસ. પટેલ વગેરે ઉક્ત ત્રણ દિવસો દરમિયાન જિલ્લાના ગામો ખૂંદીને પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને રંગે-ચંગે શાળા પ્રવેશ કરાવી તેમને પ્રોત્સાહિત કરશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએથી પધારનારા વરિષ્‍ઠ સનદી અધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓ નર્મદા જિલ્‍લામાં સી અને ડી ગ્રેડની તેમજ ડ્રોપ આઉટ રેટ વધારે હોય તેવી કેટેગરી- ૧, ૨ અને ૩ ની શાળાઓમાં ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાવશે. આ મહાનુભાવો રોજ સવારે પ્રાથમિક શાળામાં અને બપોરે માધ્યમિક શાળામાં એમ દિવસમાં બે શાળાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત જિલ્‍લાના બાકી રહેતા અન્ય રૂટ્સમાં જિલ્‍લાના અધિકારીશ્રીઓ આ ત્રણ દિવસ દરમિયાન રોજની ૩ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓનું નામાંકન કરાવશે. પ્રવેશોત્સવ સાથે પ્રિ-ગુણોત્સવ પણ યોજાશે, જેમાં ધો.૪ થી ૮ અને ધોરણ- ૯ માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ગત વાર્ષિક પરીક્ષાઓની ઉત્તરવહીઓની મહાનુભાવો દ્વારા ચકાસણી કરાશે તેમજ ધો-૨ અને ધો-૩ ના વિદ્યાર્થીઓની વાંચન-ગણન-લેખનની પૃચ્છા કરી સમીક્ષા પણ કરાશે.

Related posts

कांग्रेस के विधायक आतंकी हो ऐसे रिसोर्ट में गनमेन घूमते थे : शक्तिसिंह गोहिल

aapnugujarat

નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની મુલાકાત લઇ ઝાંખી નિહાળી

aapnugujarat

शीलज सर्कल के निकट बोलेरो कार ने टक्कर मारने पर इको कार पलट गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1