Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાનું સત્ર સપ્ટેમ્બર માસના અંતિમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતા

ગુજરાત વિધાનસભાનું સત્ર સપ્ટેમ્બર માસના અંતિમ સપ્તાહમાં યોજાઈ શકે છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ વિધાનસભાનું સત્ર ત્રણ દિવસ માટે મળે તેવી શક્યતા છે. ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસનું વિધાનસભા સત્ર યોજાય એવું આયોજન થઇ રહ્યું છે. કોવિડની ગાઇડલાઇન પ્રમાણે આ સત્રની કાર્યવાહી યોજવામાં આવશે. અગાઉ વિધાનસભા અધ્યક્ષે શિક્ષણ મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સાથે વાતચીત કરી હતી. સત્ર યોજવા માટે ગૃહની મુલાકાત, ગૃહનું નીરિક્ષણ કરી સત્રના આયોજનની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી.
કાલથી જેઈઈની પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ રહી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે કોવિડના નીતિ નિયમોને ધ્યાને રાખીને પરીક્ષાનું આયોજન કરાયું છે. કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ પ્રમાણે રાજ્ય સરકારે તૈયારીઓ પૂર્ણ કરી છે. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાશે. પરીક્ષા લેવા અંગે શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ અને પોલીસ વિભાગની બેઠક મળી હતી. ૩૨ જિલ્લાના ૩૨ કેન્દ્રોમાં કુલ ૩૮,૧૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેમાં પેપર-૧માં કુલ ૩૫ હજાર ૧૯૮ વિદ્યાર્થીઓ અને પેપર-૨માં ૧૮ કેન્દ્રોમાં ૨,૯૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રોને સેનેટાઈઝ કરાયા છે. જેઈઈની પરીક્ષા ૬ સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે નીટની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે યોજાશે. પરીક્ષાને લઈને સીએમ રૂપાણીએ કેન્દ્રીય મંત્રી સાથે તમામ વ્યવસ્થા અંગે વાતચીત કરી.

Related posts

अरावली में 50 कांग्रेस कार्यकर्ता AIMIM से जुड़े

editor

સુરતમાં શહીદ દિવસે ભારતીય વિરોને સાચી શ્રદ્ધાંજલિ આપવા રત્નકલાકારોએ ૩૦૧ યુનિટ રક્ત એકત્ર કરીને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.!

aapnugujarat

કોરોનાને પગલે ડાકોર મંદિર ત્રણ દિવસ બંધ રહેશે

editor

Leave a Comment

UA-96247877-1