Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨૨ લાખના ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપ્યો

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ બેફામ બન્યું છે. ડ્રગ્સ પેડલરો કોઈપણ જાતના ખોફ વિના ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વટવા ખાતેથી ૨૨.૨૯ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણેક મહિનાથી ડ્રગ્સનો જથ્થો લઈને આ પેડલર ફરતો હતો અને સરખેજના એક યુવકને આ જથ્થો આપ્યો હોવાની જાણકારી ક્રાઈમ બ્રાન્ચને મળી છે. ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે ડ્રગ્સનો જથ્થો મેળવનાર સરખેજના યુવકની ધરપકડ બાદ ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇને બાતમી મળી હતી કે, વટવા બીબી તળાવ પાસે મુન્ના શેખ નામનો વ્યક્તિ એમડી ડ્રગ્સનો જથ્થો લઇને પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને ખાનગી વાહનોમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ યુવક ચાલતો ચાલતો ત્યાંથી પસાર થતો દેખાયો હતો. ત્યાં બાતમીદારે ઈશારો કરતા ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ યુવકને કોર્ડન કરી લીધો હતો અને તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. યુવકનુ નામ મહફુઝ ઉર્ફે મુન્ના હતુ અને તે વટવાનો રહેવાસી છે. ક્રાઇમ બ્રાન્ચે તેની અંગઝડતી કરતા તેની પાસેથી સફેદ માદક પદાર્થ મળી આવ્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે તરત જ એફએસએલની ટીમને જાણ કરતાં એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને આ પદાર્થનું પરીક્ષણ કર્યુ હતું. આ પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપતા ક્રાઇમ બ્રાન્ચે તરત જ મુન્નાની ધરપકડ કરી લીધી હતી. મુન્ના પાસેથી ૨૨૨.૯૪ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત ૨૨.૨૯ લાખ રૂપિયા થાય છે. મુન્નાને ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, એમડી ડ્રગ્સનો જથ્થો તે તેના મિત્ર ફિરોઝખાન અયુબખાન પઠાણ પાસેથી લાવ્યો હતો. ફિરોઝખાન પઠાણ સરખેજમાં રહે છે અને ગેરકાયદેસર કામમાં સંડોવાયેલો છે. ત્રણ મહિના પહેલા મહફુઝ એમડી ડ્રગ્સનો જથ્થો ફિરોઝખાન પઠાણ પાસેથી લાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે મહફુઝ અને ફિરોઝખાન પઠાણ વિરૂદ્ધ નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફિરોઝની ધરપકડ બાદ ડ્રગ્સની સિન્ડીકેટનો પર્દાફાશ થશે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિરોઝખાન પઠાણની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Related posts

પાવર ટ્રીપ થતાં મેટ્રોના પૈડા થંભી જતાં યાત્રીઓ પરેશાન

aapnugujarat

કવિતા સંગ્રહ : નીલકંઠ બી વાસુકિયા “નીલ” (વિરમગામ)

aapnugujarat

ગુજરાતને પોષયુક્ત બનાવવા સરકાર સજ્જ : ગણપત વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1