Aapnu Gujarat
ગુજરાત

ભાજપ રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો

૮ ડિસેમ્બર ૨૦૨૨નો દિવસ ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ એ દિવસ છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં ક્યારેય ન જોવાયા હોય તેવા સમીકરણો રચાયા છે. ભાજપે ૧૫૦થી વધુ બેઠકો મેળવીને સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તો સર્જયો જ છે, સાથે જ ભાજપ હવે એક રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો છે.છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહેલા ભાજપને વધુ પાંચ વર્ષ મળ્યા છે. સુશાસન અને વિકાસના મુદ્દાએ ભાજપને વધુ એક જીત અપાવી છે, એ પણ એક રેકોર્ડ સાથે. ભાજપે પોતાના ગઢ તો જાળવી રાખ્યા જ છે, પણ કોંગ્રેસના ગઢ પણ જીતી લીધા. અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ બેઠકો જીતવાનો વિક્રમ કોંગ્રેસ પાસે હતો. ૧૯૮૫માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ ૧૪૯ બેઠકો જીતીને સત્તા પર આવી હતી. પણ ભાજપે ૩૭ વર્ષ બાદ આ રેકોર્ડ ધ્વસ્ત કરીને નવો રેકોર્ડ સર્જયો છે..ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતીને પોતાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. હવે ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં માધવસિંહની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલનું નામ લખાઈ ગયું છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે બેઠકોનો રેકોર્ડ તો તોડ્યો જ છે, પણ સાથે ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી સૌથી વધુ મતે જીતવાનો પોતાનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. ૨૦૧૭માં ૧,૧૭,૭૫૦ મતોની લીડ સાથે જીતેલા ભૂપેન્દ્ર પટેલ આ વખતે એક લાખ ૯૧ હજાર મતોની લીડ સાથે જીત્યા છે. જે લીડનો નવો રેકોર્ડ છે.ભાજપ સતત સાતમી વખત ગુજરાતમાં જીતી છે. તેની સાથે જ તે એક ય્હ્લઠૈંદ્ગ રાજ્યમાં સૌથી વધુ સમય સુધી સત્તા પર રહેનારો બીજો પક્ષ બન્યો છે. અગાઉ પશ્વિમ બંગાળમાં માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી સતત સાત ટર્મ સુધી જીતી હતી. ઝ્રૈઁં(સ્)એ ૧૯૭૭થી ૨૦૧૧ સુધી સતત ૩૪ વર્ષ સુધી શાસન કર્યું છે.
ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય પ્રધાનમંત્રી મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વ્યુહરચના અને પ્રચંડ પ્રચારને જાય છે. મોદી અને શાહની જોડી ફરી એકવાર જીતનો પર્યાય સાબિત થઈ છે.
ભાજપે તમામ એગ્ઝિટ પોલના આંકડાને ઓવરટેક કર્યા છે, જે ભાગ્યે જ જોવા મળ્યું છે. ૧૫મી વિધાનસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસ ૨૦ બેઠકોની અંદર સમેટાઈ ગઈ, જે કોંગ્રેસ માટે સૌથી મોટી પછડાટ છે. અગાઉ ૧૯૯૦માં કોંગ્રેસને સૌથી ઓછી ૩૩ બેઠકો મળી હતી. તો આમ આદમી પાર્ટી બે આંકડા સુધી પણ નથી પહોંચી શકી. આ ચૂંટણીમાં ભાજપનો વોટશેર પણ ૫૦ ટકાને પાર ગયો છે. ૨૦૧૭માં ૪૯ ટકા વોટ મેળવનાર ભાજપને આ વખતે ૫૩ ટકા જેટલા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસનો વોટશેર ૪૧.૪૪ ટકાથી ઘટીને સીધો ૨૭ ટકા પર આવી ગયો છે. જ્યારે આમ આદમી પાર્ટીને ૧૨ ટકા જેટલા વોટ મળ્યા છે. આ સાથે જ હવે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ૧૨ ડિસેમ્બરે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહ પણ ઉપસ્થિત રહેશ

Related posts

અમદાવાદમાં અનેક વિસ્તારનું પાણી પરીક્ષણમાં ફેઇલ

aapnugujarat

અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા શતાયુ મતદારનું સન્માન

aapnugujarat

ગિફ્ટ સિટીમાં ૧ ઓક્ટોબરથી બુલિયન એક્સચેન્જનો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1