Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા શતાયુ મતદારનું સન્માન

ગુજરાત લોકસભા ચૂંટણીને લઇ અમદાવાદ સહિત રાજયભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં આજે ઇતિહાસમાં સૌપ્રથમવાર ૧૦૦ વર્ષની ઉમંર ધરાવતા, ૧૦૦ વર્ષથી વધુ વયના અને ૧૦૦ વર્ષની નજીકની વયના શતાયુ મતદારોનું અનોખુ સન્માન કરવામાં આવ્યું હતું. ખુદ અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે સહિતના ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી નીરીક્ષકો દ્વારા ૨૦૦થી વધુ શતાયુ મતદારોને શાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, આજના સમયમાં શતાયુ આમ તો કલ્પના છે પરંતુ આજે પણ સ્વસ્થ, જુસ્સા અને ઉત્સાહ સાથે રાષ્ટ્રના વિકાસ અને લોકશાહીને મજબૂત કરવામાં આપણા શતાયુ મતદારોનું બહુમૂલ્ય યોગદાન છે. વાસ્તવમાં આપણી લોકશાહીને વધુ દ્રઢ અને મજબૂત કરવામાં આપણા આ શતાયુ મતદારો પ્રેરક બળ છે. ખાસ કરીને યુવા મતદારો સહિતના અન્ય મતદારો માટે આપણા આ શતાયુ મતદારો સાચા અર્થમાં પ્રેરણારૂપ છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ વધુમાં જણાવ્યું કે, શતાયુ મતદારો લોકશાહી વ્યવસ્થાના રક્ષક છે અને યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડે છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૭૧૯ શતાયુ મતદારો છે જે અમદાવાદ જિલ્લાનું ગૌરવ છે. આપણા દેશની સરહદ ઉપર સેના રક્ષા કરે છે તેમ શતાયુ મતદારો લોકશાહીની રક્ષાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. લોકશાહીના જતન માટે દરેક મતદારોને અવશ્ય મતદાન કરવા જિલ્લા કલેકટરે ખાસ અપીલ કરી હતી. દરમ્યાન અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એ.મહેશ બાબુએ ઉપસ્થિત સૌ કોઇનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેઓએ આ કાર્યક્રમને એક અનોખી પહેલ ગણાવી હતી.
શતાયુ મતદારોને સંબોધતા તેઓએ જણાવ્યું કે, લોકતંત્રને મજબૂત કરવામાં આયુષ્યની સદી વટાવી ચૂકેલા આ મતદાતાઓનો ખુબ જ મોટો ફાળો છે, તેઓના આશિર્વાદથી જ દેશ આગળ વધી રહ્યો છે. શતાયુ મતદારોના સન્માન સમારંભને સફળ બનાવવામાં ગુજરાત રાજય માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય અને નાયબ માહિતી નિયામક પલ્લવભાઇ પટેલ સહિતના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી, જેને ખુદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે સહિતના અધિકારીઓએ બિરદાવી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર મેહુલ દવે, અધિક ચૂંટણી અધિકારી ચેતન ગાંધી તથા મિતેષ પંડ્‌યા, જિલ્લા શિક્ષણ અધિકારી આર.સી.પટેલ અને રેડિયો બ્રાન્ડ એમ્બેસેડર આર.જે જે હર્ષિલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘીનું ઉત્પાદન શરુ કરાયુ

editor

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ

editor

પુત્રએ સાવકા પિતાની હત્યા કરી નાંખતા ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1