Aapnu Gujarat
ગુજરાત

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫ મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભાવનગર જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રીના મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મંત્રીશ્રી આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે.
આ અંગેનો કાર્યક્રમ રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી, નવાપરા ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે. આ સાથે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ એસ. પી. કચેરીના મેદાનમાં આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ કોરોનાને અનુલક્ષીને લઇ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર અનુસાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે.
આજે સવારે યોજાયેલ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર, મદદનીશ કલેકટરશ્રી પુષ્પલત્તા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભૂમિકાબેન વાટલિયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.ડી.ચૌધરી, શ્રી કોરડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

૨ વર્ષમાં પોલીસ પર ૧૪૨ હુમલા

editor

કંબોઇ ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી દાડમ પકવતાં પ્રગતિશિલ ખેડુત પિતા – પુત્ર

aapnugujarat

બીટકોઈન કૌભાંડ : નલીન કોટડિયાને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1