Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતને ઓઈલ સપ્લાયમાં રશિયા પ્રથમ નંબરે પહોંચ્યું

અમેરિકા અને યુરોપે ભલે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીને લઈને અનેકવાર વાંધો ઉઠાવ્યો હશે, પરંતુ તેનાથી બંને દેશોના વેપાર સંબંધો પર કોઈ અસર થઈ નથી. ઑક્ટોબર મહિનામાં રશિયાએ ભારતને તેલ સપ્લાયના મામલામાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. તેને ઈરાક અને સાઉદી અરેબિયાને ભારતને તેલ એક્સપોર્ટ કરવાના મામલામાં બીજા અને ત્રીજા નંબરે ધકેલી દીધા છે. શિપિંગ ડેટાના આધારે સામે આવેલા માર્કેટ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ભારતમાં દરરોજ ૫ મિલિયન પ્રતિ બેરલ તેલની આયાત કરવામાં આવે છે. આમાં રશિયાનો હિસ્સો ઓક્ટોબર મહિનામાં ૨૨ ટકા રહ્યો છે, જ્યારે ૨૦૧૯માં તેનો હિસ્સો માત્ર ૧ ટકા હતો.
ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો તેલનો આયાતકાર દેશ છે. ઘણા વર્ષોથી ભારત તેલની આયાતમાં પ્રથમ નંબર પર રહેનારું ઇરાક ૨૦ ટકા પર આવી ગયું છે, જયારે પોતાની જરૂરિયાતનું ૧૬ ટકા તેલ ભારત સાઉદી અરેબિયાથી આયાત કરી રહ્યું છે. રશિયા પાસેથી ભારતની તેલની ખરીદીમાં આ વર્ષે ફેબ્રુઆરીથી વધારો થયો છે. ફેબ્રુઆરીમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના કારણે અમેરિકા, બ્રિટન, જર્મની સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા. આવી સ્થિતિમાં રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ વેચાઈ રહ્યું હતું અને ભારતે તકનો લાભ ઉઠાવીને રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદ્યું છે.
દુનિયાભરમાં કાચા તેલની કિંમતોમાં ત્રીવ વધારો થયો છે અને આ ૧૩૯ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયી છે, જે ૧૪ વર્ષોમાં ટોપ પર છે.
આવી સ્થિતિમાં રશિયા પાસેથી તેલ ખરીદવું ભારત માટે ફાયદાકારક સોદો સાબિત થયો છે. ભારત પાસેથી રશિયન તેલ ખરીદવા પર અમેરિકા અને યુરોપે વાંધો ઉઠાવ્યો હતો. આના પર જોરદાર જવાબ આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે કોઈના ફાયદા કે નુકસાન માટે આ પગલું નથી લઈ રહ્યા. તેલ ખરીદવાનો અમારો નિર્ણય દેશના હિતમાં છે જેથી અમે લોકોને યોગ્ય રેટ પર તેલ આપી શકીએ.

Related posts

ગોવામાં પ્રમોદ સાવંત સરકારે બહુમતિ પુરવાર કરી

aapnugujarat

अब जल्द ही रेल में क्यूआर कोड से जान पाएंगे कैसा है आपका खाना

aapnugujarat

કોરોના કહેર : દિલ્હી-મુંબઈમાં ખુટી પડ્યા બેડ

editor

Leave a Comment

UA-96247877-1