Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકામાં ભારતનો પ્રથમ ઇંનિંગ્સના અંતરથી વિજય

કોલંબોમાં ભારતે આજે ઇતિહાસ સર્જીને વધુ એક જીત મેળવી હતી. શ્રીલંકામાં ભારતની આ પ્રથમ ઇનિંગ્સના અંતરથી જીત હતી. ભારતે શ્રીલંકામાં ઇનિંગ્સના અંતરથી જીત મેળવ્યા બાદ આ સૌથી મોટી જીત પૈકીની એક છે. અગાઉ શ્રીલંકામાં ભારતે ગાલે ખાતેની ટેસ્ટમાં સૌથી વધુ રનના અંતરથી જીત મેળવી હતી. શ્રીલંકામાં ૯ ટેસ્ટ મેેચોમાં ત્રીજી ઇનિંગ્સના અંતરથી આ જીત છે. ૨૦૦૦ના વર્ષમાં શ્રીલંકાએ ઘરઆંગણે પાકિસ્તાન સામે ઇનિંગ્સના અંતરથી હારનો સામનો કર્યો હતો. એકંદરે શ્રીલંકાની ઘરઆંગણે સાતમી ઇનિંગ્સના અંતરથી હાર છે. શ્રીલંકાએ નિરાશાજનક દેખાવ કરીને સ્થાનિક ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા છે. એક જ ટીમના બે ખેલાડીઓએ એક જ ટેસ્ટમાં અડધી સદી અને પાંચ વિકેટની સિદ્ધિ મેળવી છે. આવા ત્રણ દાખલા બની ચુક્યા છે. જાડેજા અને અશ્વિને આ સિદ્ધિ કોલંબોમાં હાસલ કરી છે જ્યારે ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ ગ્રિફિન અને અલ્બર્ટ ટ્રોટે ૧૮૯૫માં એડિલેડ ખાતે ઇંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. આવી જ રીતે ૨૦૧૧માં ટ્રેન્ટબ્રિજ ખાતે ભારત સામે ઇંગ્લેન્ડના બ્રેસનન અને સ્ટુઅર્ટ બ્રોડે આ સિદ્ધિ મેળવી હતી. ફોલોઓન થયા બાદ શ્રીલંકાએ ૩૮૬ રન કર્યા છે જે કોલંબોમાં તેની બીજો સૌથી મોટો સ્કોર છે. અગાઉ ૨૦૧૬-૧૭માં ચેસ્ટર-સ્ટ્રીટમાં ઇંગ્લેન્ડ સામે ૪૭૫ રન બનાવ્યા હતા જ્યારે ૨૦૧૪માં ક્રાઇસ્ટચર્ચમાં ન્યુઝીલેન્ડ સામે ૪૦૭ રન કર્યા હતા. ફોલોઓન થયા બાદ હાઈએસ્ટ સ્કોર કરવામાં કરૂણારત્ને ત્રીજો બેટ્‌સમેન બન્યો છે. કરૂણારત્નેએ ડિસેમ્બર ૨૦૧૪માં ક્રાઇસ્ટચર્ચમાં ન્યુઝીલેન્ડ સામે ૧૫૨ રન કર્યા હતા. ૧૯૯૫માં ગુરુસિંઘેએ બોક્સિંગ ડે ટેસ્ટમાં ૧૪૩ રન કર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં ટેસ્ટની ત્રીજી ઇનિંગ્સમાં કરૂણારત્નેની આ ચોથી સદી છે જે રેકોર્ડ તરીકે છે. શ્રીલંકા તરફથી ખુશાલ મેન્ડિસ અને ચાંદીમલે છેલ્લા ત્રણ વર્ષમાં બે-બે આવી સદી ફટકારી છે. ૨૦૦૯માં છેલ્લે બે બેટ્‌સમેનોએ ટીમ વતી સદી ફટકારી હતી. આ વખતે મેન્ડિસ અને કરૂણારત્નેએ સદી કરી છે જ્યારે નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે ગૌત્તમ ગંભીર અને લક્ષ્મણે સદી કરી હતી. ફોલોઓન થયા બાદ બે બેટ્‌સમેનોએ સદી કરવાનો આ ઓછો દાખલો જોવા મળ્યો છે. એકંદરે કોઇપણ ટીમ માટે આ ૧૪માં દાખલો છે જ્યારે શ્રીલંકા તરફતી આ પ્રકારનો આ પ્રથમ દાખલો છે. શ્રીલંકા તરફથી ફોલોઓન થયા બાદ બે બેટ્‌સમેનો દ્વારા સદી ફટકારવાનો આ પ્રથમ દાખલો નોંધાયો છે. આ મેચમાં કરૂણારત્ને અને મેન્ડિસે સદી ફટાકીરને પોતાની ટીમને હારથી બચાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા. રવિન્દ્ર જાડેજાના તરખાટની મદદથી કોલંબોના સિંઘાલી સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ યજમાન શ્રીલંકા ઉપર એક ઇનિંગ્સ અને ૫૩ રને ભારતે આજે જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. દુનિયાની નંબર વન ટીમ ભારતે સતત આઠમી શ્રેણી જીતી છે. ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની જમીન પર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૦થી શ્રેણી ગુમાવી દીધા બાદથી ટીમ ઇન્ડિયાએ કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે

Related posts

અમે આઇપીએલમાં દખલગીરી કરવા ઇચ્છતા નથી : ડેવ રિચર્ડસ

aapnugujarat

वर्ल्डकप में हो आईपीएल जैसे प्ले ऑफ : विराट

aapnugujarat

માર્ક બાઉચર ટી૨૦ વર્લ્ડ કપ બાદ દ.આફ્રિકાની ટીમનું કોચ પદ છોડી દેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1