Aapnu Gujarat
રમતગમત

માર્ક બાઉચર ટી૨૦ વર્લ્ડ કપ બાદ દ.આફ્રિકાની ટીમનું કોચ પદ છોડી દેશે

ટી૨૦ વર્લ્ડ કપ પહેલા સાઉથ ક્રિકેટ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચરે ટી૨૦ વર્લ્ડ કપ બાદ કોચિંગ છોડવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકાની પુરૂષ ટીમના મુખ્ય કોચ આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ પછી કોચિંગ પદ પરથી હટી જશે.
બાઉચરે પોતાના ભવિષ્યના આયોજન અને અંગત હેતુઓ માટે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાને ઊંડો અફસોસ છે કે બાઉચર તેના કરારની મુદત પૂરી કરવામાં અસમર્થ છે. બોર્ડ તેમના નિર્ણયનું સન્માન કરે છે અને તેમના ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવે છે. એટલું જ નહીં, કોચ તરીકે બાઉચરનો આ છેલ્લો ભારત પ્રવાસ હશે જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૩ ટી૨૦ અને ૩ વન-ડેમેચ રમશે.
માર્ક બાઉચર ડિસેમ્બર ૨૦૧૯માં ટીમ સાથે કોચ તરીકે જોડાયા હતા. તેમના નેતૃત્વ હેઠળ, ટીમ જાન્યુઆરીમાં રમાયેલી ભારત સામે ૨-૧થી જીત સહિત ૧૧ ટેસ્ટ મેચોમાં વિજયી બની હતી. વન-ડેક્રિકેટની વાત કરીએ તો ટીમે ૧૧ મેચ જીતી છે જ્યારે ટી૨૦માં તેમના કોચિંગ હેઠળ ટીમે હાલમાં જ ઈંગ્લેન્ડ સામેની ઐતિહાસિક શ્રેણી ૨-૧થી જીતી છે જે ૨૩ મેચમાં વિજય મેળવ્યો છે.
કોચ તરીકે બાઉચરની છેલ્લી સોંપણી ટી૨૦ વર્લ્ડ કપ છે, પરંતુ તે પહેલા ટીમે ભારતનો પ્રવાસ કરવો પડશે. આ પ્રવાસ ૨૮ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર સુધી થશે જેમાં ૩ વનડે ઉપરાંત ૩ ટી-૨૦ મેચ રમાશે.
આ પ્રસંગે બોલતા, દક્ષિણ આફ્રિકા ક્રિકેટના સીઈઓએ કહ્યું, તેમણે કરેલા કામ માટે અમે તેમના ખૂબ આભારી છીએ અને અમે તેમની કારકિર્દીના આગામી પ્રકરણ માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

Related posts

न्यूजीलैंड के बल्लेबाजी कोच बने ल्यूक रोंची

editor

ISSF World Cup : Elavenil Valarivan wons Gold in 10m Air Rifle

aapnugujarat

ICC वनडे रैंकिंग : कोहली और बुमराह का जलवा बरकरार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1