Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબમાં ટ્રેલર નીચે કાર કચડાતા પરિવારનાં ત્રણનાં મોત

ઝડપની મજા મોતની સજા બની જતી હોય છે, તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પંજાબમાં ફગવારા-ચંદીગઢ હાઈવે પર બેહરામમાં રૂંવાડા ઉભા થઈ જાય એટલો ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. અકસ્માતની ઘટનામાં કાર ડ્રાઈવર અને ટ્રેઈલર બન્નેની ઉતાવળ એક પરિવાર માટે ભારે પડી ગઈ છે. અકસ્માતની ઘટના બાદ લોકો ટ્રેઈલરની નીચે ફસાયેલા પરિવારને બચાવવા માટે દોડ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. પોલીસે હવે આ અકસ્માત માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં ટ્રેઈલર નીચે કાર દબાઈ ગયા પછી તેમાં ભરેલો સામાન પણ રસ્તા પર ઢોળાઈ ગયો હતો.
આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં દેખાય છે કે સામેના ભાગેથી આવી રહેલું ટ્રેઈલર ઝડપી ગતિમાં જમણી તરફ વળવાની કોશિશ કરે છે આ દરમિયાન ડાબી તરફના હાઈવે પરથી કાર ટ્રેઈલર પસાર થઈ જાય તે પહેલા આગળ વધી જવાની કોશિશ કરતા જોવા મળે છે. જેમાં એક કાર નીકળી જાય છે પરંતુ તેની પાછળ આવી રહેલી અન્ય ત્રણ કાર આગળ જઈ શકતી નથી, જ્યારે એક કાર આખી ટ્રેઈલરની નીચે દબાઈ જાય છે, કાર દબાયા પછી ટ્રેઈલરમાં ભરેલો સામાન રસ્તા પર ઢળી જવાથી આખી કાર તેની નીચે દબાઈ જાય છે, આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.
આ અકસ્માત સોમવારે બપોરે સર્જાયો હતો, જેમાં કારના ડ્રાઈવર અને ટ્રેઈવર બન્નેની ઉતાળ છતી થઈ રહી છે. અકસ્માત બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો પરંતુ કારમાં સવાર લોકોનો જીવ બચાવી શકાયો નહોતો.
અકસ્માતને ભેટેલી કારને ટ્રેઈલરના વિશાળ ભાગને ઉઠાવીને બહાર કાઢવામાં આવી હતી, જેમાં ટ્રેક્ટર સહિતના સાધનોની મદદ લેવી પડી હતી. આ અકસ્માતની પોલીસે નોંધ લઈને જવાબદાર સામે કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

सीजन की पहली बर्फबारी से गुलजार हुई घाटी

editor

આજે સમગ્ર દુનિયામાં ભારતીય ટેલેન્ટની માંગ છે : મોદી

editor

અરુણ જેટલીની જગ્યાએ હું હોત તો રાજીનામું આપી દીધું હોત : ચિદમ્બરમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1